________________
૧૩૪
--
અત્તિવવળ એટલે મૃષાવાદ, જુઠું બોલવું તે.
• પરિવૃત્તા-એટલે તેનું બહું સ્થૂળતાથી પાલન કરવું તે.
-
• ક્રોધ, માન, માયા, લોભ, કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ, દ્વેષ, હાસ્ય, ભય, લજ્જા, રતિ, અરતિ, દાક્ષિણ્યતા, વાચાળપણું, વિકથા ઇત્યાદિ હેતુઓથી મૃષાવાદનો સંભવ છે. વળી પરને પીડાનો હેતુ હોય તો સત્યવાદ પણ મૃષાવાદ છે. આ મૃષાવાદ સ્થૂલ અને સૂક્ષ્મ બે પ્રકારે છે. તેમાં અત્યંત દુષ્ટ બોલવાની ઇચ્છાથી બોલાય તે સ્થૂલ મૃષાવાદ છે અને તેવી ઇચ્છા વિના ઉપરોક્ત ક્રોધ, માન, માયા આદિ હેતુથી બોલાય તે સૂક્ષ્મ મૃષાવાદ છે.
શ્રાવકને સૂક્ષ્મ મૃષાવાદને વિશે જયણા રાખવાની હોય છે અને સ્થૂલ મૃષાવાદ તો ત્યાજ્ય જ છે. તે માટે આવશ્યવૃત્તિ માં કહે છે કે, જે વચનો બોલવાથી પોતાને કે પરને અત્યંત વ્યાઘાત થાય અને અત્યંત સંક્લેશ થાય તે વચનો પ્રયોજનથી કે વિના પ્રયોજને પણ બોલવા નહીં.
-
૦ મૃષાવાદ વિશે અઢાર પાપસ્થાનક સૂત્રમાં પણ નોંધ છે.
“મૃષા'' એટલે જુઠું કે અસત્ય.
‘‘વાદ’’ એટલે કહેવું-બોલવું.
–
મૃષાવાદ એટલે અસત્યકથનના મુખ્ય ત્રણ લક્ષણો છે – (૧) અપ્રિય, (૨) અપથ્ય અને (૩) અતથ્ય.
૧) અપ્રિય - જે વચન સાંભળતાં જ કડવું કે કર્કશ લાગે તે.
(૨) અતથ્ય (૩) અપથ્ય
આવા વચનો બોલતા અટકવું તે મૃષાવાદ વિરમણ કે વિરતિ. તેનું સ્થૂળરૂપે પાલન કરવું તે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત.
આ વ્રતમાં પાંચ પ્રકારે મોટા મૃષાવાદનો ત્યાગ કરવાનો છે. કન્યા સંબંધી અસત્ય બોલવું તે.
(૧) ન્યાતીજ
દ્વેષ આદિથી અવિષકન્યાને વિષકન્યા અથવા વિષકન્યાને અવિષકન્યા કહેવી કે સુશીલકન્યાને દુઃશીલ કન્યા અને દુઃશીલ કન્યાને સુશીલ કન્યા કહેવી. ઇત્યાદિ પ્રકારે કન્યાસંબંધી વિપરીત બોલવાથી કન્યાસંબંધી મૃષાવાદ લાગે છે.
-
-
પ્રતિક્રમણસૂત્ર વિવેચન- ૩
-
જે વચન મૂળ હકીકત કરતાં જુદું હોય તે.
જે વચનથી પરિણામે લાભ ન થાય તે.
-
(૨) વાત્તીન ગાય, બળદ વગેરે પશુ વિશે અસત્ય બોલવું તે. જેમકે ઓછા દુધવાળી ગાયને બહુ દુધવાળી અને બહુ દુધવાળી ગાયને ઓછા દુધવાળી કહેવી. એ જ રીતે અમુક લક્ષણવાળા પશુને અમુક લક્ષણવાળું નથી તેમ કહેવું, પશુ વિશે સદંતર ખોટો કે ઉલટો ખ્યાલ ઉત્પન્ન કરે તેવા બધાં જૂઠાણાંનો આ બીજા પ્રકારના મૃષાવાદમાં સમાવેશ થાય છે.
(૩) મૂચીઝ - ભૂમિસંબંધી અસત્ય બોલવું તે.
– જમીન, મકાન આદિ સ્થાવર મિલ્કતના વિશે જૂઠું બોલવું તે. જેમકે પોતાની ભૂમિ આદિ પારકાના કહેવા, પારકાના ભૂમિ આદિને પોતાની કહેવી. ઉખર ભૂમિને રસાળ કહેવી અને રસાળ ભૂમિને ઉખર ભૂમિ કહેવી,