________________
વંદિત્તુ-સૂત્ર-વિવેચન-ગાથા-૧૦, ૧૧
૧૩૩
પણ ન વર્તે, તો પછી નિરપરાધી એવા દાસ-દાસી, પશુ-પ્રાણી પ્રત્યે તો અનુકંપા રાખવાની જ હોય. આ પ્રમાણે કોઈને પણ ભોજનનો અંતરાય ન કરવો.
-૦- પહેલા અણુવ્રતના વિષયમાં હરિબલમચ્છીની કથા ઘણાંજ વિસ્તારથી અર્થદીપિકા-ટીકામાં અપાયેલી છે. તે જોવી.
૦ લઘુ દૃષ્ટાંત :
જયપુર નગરે શત્રુંજય નામે રાજા હતો. તેને સુર અને ચંદ્ર નામે બે પુત્રો હતા. વધુ સ્નેહને કારણે રાજાએ સુરકુમારને યુવરાજપદે સ્થાપ્યો. ચંદ્રકુમાર રીસાઈને પરદેશ ચાલ્યો ગયો. રત્નપુર નગરે ચંદ્રકુમારે સુદર્શન નામના સાધુ પાસે ધર્મદેશના સાંભળી. નિરપરાધી જીવને મારવો નહીં. તેવો નિયમ તેણે ગ્રહણ કર્યો. તેના નિયમથી પ્રભાવિત થયેલા રાજા વિજયસેને તેને અંગરક્ષક તરીકે સ્થાપ્યો અને સુંદર કન્યા પરણાવી.
સુરકુમાર યુવરાજે પોતાના પિતાને મારવા કોઈ વખતે યુક્તિ કરી, પણ શત્રુંજય રાજાએ તે જાણી જતાં સુરકુમારને દેશનિકાલ કર્યો. રત્નપુરથી ચંદ્રકુમારને બોલાવી લઈને રાજગાદી સોંપી. શત્રુંજય રાજા મૃત્યુ પામીને જંગલમાં ચિત્તારૂપે જન્મ્યો. કોઈ વખતે સુરકુમાર તે જંગલમાં આવી ચડતાં ચિત્તાએ પૂર્વભવના વૈરથી તેને મારી નાંખ્યો. સુરકુમારનો જીવ મરીને ભીલપુત્ર થયો. ભીલપુત્ર અને ચિત્તો સામસામે લડીને મરણ પામ્યા. બંને મરીને સુવર થયા, ત્યાં પણ લડીને મૃત્યુ પામ્યા. પછી મૃગપણે-પછી હાથીપણે બંને જન્મી લડીને મૃત્યુ પામ્યા મરીને પહેલી નરકમાં ઉત્પન્ન થયા.
આ રીતે પ્રાણિવધમાં પ્રવર્તતા જીવો સંસારમંડલમાં રહીને ભયંકર ગર્ભાવાસ, નરક અને તિર્યંચ યોનિઓમાં ભમે છે.
આ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતનો સ્વીકાર ન કરનાર અથવા સ્વીકારીને તેમાં અતિચાર લગાડે તો તેનું ફળ-પાંગળાપણું, ઠુંઠાપણું, કુષ્ટ આદિ મહારોગ, સ્વજનોનો વિયોગ, શોક, ટુંકું આયુષ્ય, દુ:ખ અને દુર્ગતિ પામે છે.
૫૫ વયસજ્જ્ઞારે-આ વધ, બંધનાદિ પહેલા વ્રતના અતિચાર જાણવા ડિશ્ચમે સિગ સર્વાં-ગાથા-૩ મુજબ વિવેચન જાણવું.
હવે ગાથા-૧૧ અને ૧૨ સ્કૂલમૃષાવાદ વિરમણ નામના બીજા અણુવ્રત વિષયક છે. જેમાં ગાથા-૧૧માં બીજા અણુવ્રતનું સ્વરૂપ અને અતિચારનો હેતુ કહ્યો છે, ગાથા-૧૨માં બીજા અણુવ્રતના પાંચ અતિચારોનું વર્ણન કરવામાં આવેલ છે. ૦ યી! ગળુમિ રિવ્યૂના નિબવયન વિરફ્લો - બીજા અણુવ્રતમાં મોટું જુઠું બોલવાની કરેલ વિરતિથી...
૦ વીy - એટલે બીજા. બાર વ્રતમાં બીજું, પાંચ અણુવ્રતમાં બીજું. ૦ અનુવ્વયંમિ - અણુવ્રતમાં (* અહીં અનુવ્વમ્પ અને અનુવ્વયમ્મી બંને પાઠ જોવા મળે છે.)
૦ પરિયૂના - નિયવયળ-વિજ્ઞ - સ્થૂલ મૃષાવાદથી વિરમણ.