________________
૧૩૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
– કાન, નાક વીંધવા, કાન નાક કાપવા, ખસી કરવી, પૂછડું ગલકંબલ આદિ કાપવા, ચામડી ઉતારવી તે સર્વે 'છવિચ્છેદ' કહેવાય છે. આ પહેલા અણુવ્રતનો ત્રીજો અતિચાર છે.
૦ રૂમાર - અતિભાર ભરવો તે.
– કોઈપણ માણસ કે પશુ પાસે ગજા ઉપરાંત ભાર ઉપડાવવો તે અતિભાર કહેવાય. આ પહેલા અણુવ્રતનો ચોથો અતિચાર છે.
– વહન કરવાની શક્તિને ધ્યાનમાં લીધા વિના તેના ઉપર ઘણાં જ ભારનું આરોપણ કરવું તે.
૦ મત્તપાવુચ્છા - ભોજન-પાનનો વિચ્છેદ કરવો તે. – સમય પ્રમાણે ખાવા-પીવા ન આપીને ભુખ્યા-તરસ્યા રાખવા તે. – મત્ત - એટલે ભોજન
પાન એટલે પાણી વિછેર એટલે વિયોગ. આ પહેલા અણુવ્રતનો પાંચમો અતિચાર છે.
આ પાંચ અતિચાર અપ્રશસ્ત ભાવે કે પ્રમાદના યોગથી થાય ત્યારે સમજવા. કેમકે જો ઇરાદાપૂર્વક કરે તો અનાચાર છે અને પ્રશસ્તભાવે થયેલ આચરણ અતિચારરૂપ થતું નથી.
વધ-બંધન આદિ માટેનો વિધિ –
આવશ્યકચૂર્ણિ અને યોગશાસ્ત્ર તથા ધર્મસંગ્રહ વૃત્તિમાં વધ બંધન આદિ પાંચે માટેનો વિધિ કહેલો છે. તે આ પ્રમાણે
(૧) વધ વિધિ :- શ્રાવક પ્રથમ તો જિત-પરિષહ અર્થાત્ તેજસ્વી હોવો જોઈએ. જેને જોતાં જ પુત્ર વગેરે ભય પામીને બરાબર ચાલે. દાસ-દાસી, પશુઓ એવા રાખવાં કે વધ-બંધનાદિ કર્યા વિના પોતાની મર્યાદા પ્રમાણે વર્તે. તેમ છતાં તાડના-તર્જના કરવા પડે તે મર્મસ્થાનોને છોડીને કરે, જેથી તેના અંગોમાં ખોડખાંપણ ન આવે, મૃત્યુ ન પામે.
(૨) બંધ-વિધિ - બંધન કરે તો લાંબા દોરડાથી અને નરમ ગાંઠથી બાંધે, જેથી બરાબર હાલી-ચાલી શકે. અગ્નિ વગેરેનો ઉપદ્રવ થાય તો ગાંઠને જલ્દીથી છોડી શકાય
(૩છવિચ્છેદ વિધિ :- કોઈ વ્યાધિ વગેરેમાં અંગછેદ કરવો પડે તો ખૂબ દયાપૂર્વક કરે.
(૪) ભારારોપણ વિધિ :- મુખ્યવૃત્તિએ તો શ્રાવકે એવો વ્યાપાર જ ન કરવો કે જેમાં મજૂરો કે પશુઓ પાસે ભાર વહેવડાવવાથી આજીવિકા ચાલે. છતાં કરવો પડે તો મજૂરો સુખેથી ઉપાડી શકે તેટલો જ ભાર તેના પાસે ઉપડાવવો. ભોજન સમયે તેમને છૂટા કરી દેવા ઇત્યાદિ.
(૫) ભોજન-પાન વિચ્છેદ વિધિ :- અપરાધીને પણ તદ્દન ભુખ્યો ન રાખવો. ભોજન સમયે તેને જમાડીને શ્રાવકે જમવું. કદાચ રોગાદિકની શાંતિ માટે તેને ભુખ્યો રાખવો પડે તો રાખે પણ દયામાં કચાશ આવે તે રીતે અપરાધી સાથે