________________
વંદિત્તુ-સૂત્ર-વિવેચન-ગાથા-૧૮
અતિચાર છે.
૦ કૂપ્ય પ્રમાણાતિક્રમના સંભવિત કારણ
જ્યારે આ ઘરવખરી કે વાસણ-કુસણનું સંખ્યા પ્રમાણ વધી જાય ત્યારે તેની સંખ્યા નિયત કરવા થાળી-વાટકાં વગેરે ગળાવીને કે વેચી દઈને વધુ વજનદાર કે મોટા બનાવી દેવામાં આવે, સુવાના સાધનોનો વિચાર કરીએ તો સીંગલ બેડને બદલે ડબલ બેડના પતંગો બનાવીને સંખ્યા સરભર કરી દે, ફર્નીચર આદિમાં પણ આવા ફેરફારો કરી સંખ્યા-મર્યાદા જાળવી લે તો અતિચાર થાય. હવે પાંચમાં અણુવ્રતના પાંચમાં અતિચારને કહે છે—
♦ સુય - દ્વિપદ, બે પગવાળાં - મનુષ્ય, પક્ષી વગેરે.
'દ્વિ' એટલે બે, ‘‘વ’' એટલે પાદ કે પગ જેને છે તે દ્વિપદ કહેવાય. તેમાં માણસો અને પક્ષીઓનો સમાવેશ થાય છે. તેથી દાસ, દાસી, નોકર, ચાકર, ઘાટી, રસોઈયા, ડ્રાઈવર, ગુમાસ્તા, વાણોત્તર, કામવાળા ઇત્યાદિ બધાં પ્રકારના મનુષ્યો તથા મેના, પોપટ, બુલબુલ, તેતર, મોર, કાગડા, કબુતર, કુકડા, હંસ ઇત્યાદિ અનેક પક્ષીઓનો સમાવેશ દ્વિપદમાં થઈ જશે.
WAA
૧૫૭
-
● चउप्पय
ચતુષ્પદ, ચાર પગવાળા-પ્રાણીઓ.
‘ચતુર્' એટલે ચાર, ‘પદ’ એટલે પાદ કે પગ જેને છે તે સર્વે ચતુષ્પદ કહેવાય છે. જેમાં ગાય, બળદ, ભેંસ, પાડા, ઘોડા, ઉંટ, બકરા, ઘેટા, હાથી, કુતરા, બિલાડા, સસલા આદિનો સમાવેશ થાય છે.
ચતુષ્પદના પ્રસિદ્ધ દશ ભેદો આ પ્રમાણે ગ્રંથકારે કહ્યા છે–
(૧) ગાય, (૨) ભેંસ, (૩) ઉંટડી, (૪) બકરી, (૫) ઘેટા, (૬) જાત્ય અશ્વ, (૭) ખચ્ચર, (૮) દેશી અશ્વો, (૯) ગધેડા, (૧૦) હાથી. ૦ તુય-ચડવ પમાળાાન - દ્વિપદ ચતુષ્પદ પ્રમાણાતિક્રમ.
દ્વિપદ અને ચતુષ્પદનું જે સંખ્યા નિર્ધારણ કરવું તેને દ્વિપદચતુષ્પદ પરિગ્રહ પરિમાણ કહેવાય છે. જેમાં અમુક સંખ્યાથી વધુ દ્વિપદ-ચતુષ્પદ રાખવા નહીં તેવું વ્રત ગ્રહણ કરેલ હોય છે. આ સંખ્યા પરિમાણમાં કોઈ કારણે ઉલ્લંઘન કે અતિક્રમણ થાય તો તેને ‘દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણાતિક્રમ'' નામનો અતિચાર કહે છે, જે પાંચમાં પરિગ્રહ પરિમાણ વ્રતનો પાંચમો અતિચાર છે.
-૦- હવે ગાથા ૧૭ અને ૧૮ના સારાંશરૂપે કંઈ વિશેષ જણાવે છે– આ પાંચમું અણુવ્રત પરિગ્રહનું પરિમાણ-મર્યાદા નક્કી કરવા સંબંધે છે. પરિગ્રહ પૂર્વે જણાવ્યા મુજબ બે પ્રકારનો છે - બાહ્ય અને અત્યંતર, જેમાં આ વ્રતનો વિષય બાહ્યપરિગ્રહને સ્પર્શે છે. બાહ્ય પરિગ્રહના ભેદોની સંખ્યા ગ્રંથકારે બે, છ, નવ અને ચોસઠ પ્રકારે પણ ગણાવી છે. વળી તે અસંખ્ય ભેદે પણ છે. (૧) બે ભેદ સચિત્ત અને અચિત્ત એ પરિગ્રહના બે ભેદ છે.
(૨) છ ભેદ :- પરિગ્રહના ધાન્ય, રત્ન, સ્થાવર, દ્વિપદ, ચતુષ્પદ અને કુષ્ય એવા છ ભેદો પણ કહ્યા છે.
-