________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૯
૧૨૯
કરવું તે સ્થૂળ. શ્રમણોને આ આચરણ સર્વથા કરવાનું હોવાથી સૂક્ષ્મ કહેવાય છે,
જ્યારે શ્રાવકો તેનું આચરણ સર્વથા કરી શકે નહીં માટે તેમના વ્રતમાં સ્થૂળ શબ્દનું ગ્રહણ કર્યું છે. (શ્રમણોને પહેલા પાંચ વ્રત સર્વથા હોવાથી ત્યાં સવ્વાણ' શબ્દ વપરાય છે. શ્રાવકોને સર્વથા હિંસા-મૃષા આદિથી વિરમવાનું ન હોવાથી તેમના માટે “સ્થળ” (ધૂન) શબ્દ વપરાય છે.
૦ પાડુવાય - પ્રાણાતિપાત, હિંસા. - આ શબ્દ પૂર્વે સૂત્ર-૩૨ “અઢાર પાપાનક"માં વપરાયો છે. - પ્રાણનો અતિપાત એટલે પ્રાણાતિપાત, હિંસા.
- પ્રાણીનો વધ-હિંસા ૨૪૩ પ્રકારે કહી છે. પૃથ્વી, અપુ, તેઉ, વાયુ અને વનસ્પતિ એ પાંચે સ્થાવર, બે, ત્રણચાર ઇન્દ્રિયવાળા એ ત્રણ વિકલેન્દ્રિય અને એક પંચેન્દ્રિય મળીને જીવો નવ પ્રકારે ગણ્યા. તેથી હિંસાના જીવને આશ્રીને નવા ભેદ થયા.
– તેને મન, વચન, કાયાથી એ ત્રણ ભેદે ગુણતા ર૭ ભેદ. – તેને કરવું, કરાવવું, અનુમોદવું ત્રણ ભેદે ગુણતા ૮૧ ભેદ.
– એ ત્રણે વર્તમાન, ભૂત, ભાવિ એ ત્રણ કાળ વડે ગુણતા કુલ ૨૪૩ ભેદે હિંસા કહી છે.
બીજી રીતે હિંસાના બે ભેદ કહ્યા – (૧) દ્રવ્યથી. (૨) ભાવથી. જેમાં હિંસાના પરિણામપૂર્વક કે હિંસા ન થઈ જાય તેવા ઉપયોગ સિવાય થતી પ્રવૃત્તિથી જે હિંસા થાય તે ભાવહિંસા છે અને ઇર્યાસમિતિ આદિમાં ઉપયોગપૂર્વક વર્તતા જીવોથી જયણાપાલન કરવા છતાં કોઈ હિંસા થાય તો તે દ્રવ્યહિંસા છે.
૦ શ્રાવકને સવા વસા જ હિંસાવિરતિ કઈ રીતે ?
– આ વાક્ય શ્રમણોના સર્વથા હિંસા વિરમણના સંદર્ભમાં છે, જો શ્રમણોનું વ્રત વીસ વસા પ્રમાણ ગણીએ તો - શ્રાવકોનું પ્રથમ વ્રત સવાવસા જેટલું (સવા છ ટકા જેટલું) થાય. તે આ પ્રમાણે
(૧) સાધુને ત્રસ અને સ્થાવર બંને પ્રકારના જીવોની હિંસાનો ત્યાગ છે જ્યારે ગૃહસ્થોને ત્રસ જીવોની હિંસાનો ત્યાગ અને સ્થાવરની જયણા હોય છે, તેથી ૧૦ વસા (૫૦ ટકા) જેટલું પ્રમાણ ઓછું થયું.
(૨) ત્રસ જીવોની હિંસા બે પ્રકારે છે - સંકલ્પથી અને આરંભથી. તેમાં ગૃહસ્થને સંકલ્પહિંસાનો ત્યાગ અને આરંભહિંસાની જયણા હોય છે. તેથી પાંચ વસા જેટલું (૨૫ ટકા) પ્રમાણ બીજું ઓછું થયું.
(૩) સંકલ્પ - વધ બે પ્રકારનો છે. અપરાધીનો અને નિરપરાધીનો. તેમાં ગૃહસ્થને નિરપરાધીના સંકલ્પ-વધનો ત્યાગ છે અને અપરાધીના સંકલ્પ-વધની જયણા છે, તેથી અઢી વસા (૧૨.૫ ટકા) પ્રમાણ ફરી ઓછું થયું. હવે બાકી રયું અઢી વસા.
(૪) નિરપરાધી જીવનો વધ પણ સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારે છે.