________________
૧૨૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
(૨) દશાવકાસિક વ્રત - છઠું પહેલું ગુણવત) દિક્પરિમાણ વ્રત અને તે સિવાયના વ્રતોમાં રાખેલી છૂટોને મર્યાદિત કરવાનું વ્રત.
(૩) પોષધોપવાસ વ્રત - અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વતિથિ કે વિશિષ્ટ પર્વ દિને પૌષધસહ ઉપવાસ આદિ કરવાનું વ્રત.
(૪) અતિથિ સંવિભાગ વ્રત - અતિથિ એટલે સાધુ-સાધ્વી. તેમને શુદ્ધ આહાર-પાણી આદિનો સંવિભાગ અર્થાત્ દાન કરવાનું વ્રત.
આ રીતે શ્રાવકના બાર વ્રત થાય છે. શાસ્ત્રકારોએ તેના ભાગ બે રીતે પાડેલ છે – (૧) અહીં ગાથા-૮માં જણાવ્યા મુજબના ત્રણ વિભાગ જેમાં અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતનો સમાવેશ કર્યો. (૨) મૂળગુણ અને ઉત્તરગુણ રૂ૫ જેમાં મૂળગુણ તે પાંચ અણુવ્રત અને ઉત્તરગુણ તે બાકીના સાત વ્રતો.
આ બાર વ્રતોમાં લાગેલા અતિચારોનું શું કરવું ? • પડખે સિગં સā - અર્થ-વિવેચન ગાથા-૩ મુજબ,
વિશેષ એ કે અહીં દિવસ દરમ્યાન બાર વ્રતો સંબંધી જે કોઈ અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરવાનું છે.
– અહીં બાર વ્રતોનો ફક્ત સંખ્યા અને પ્રકારની દૃષ્ટિએ નિર્દેશ કરાયો છે તેના નામોલ્લેખપૂર્વક અતિચાર કથન હવે પછીની ગાથામાં છે જે “ચારિત્રાચારના અતિચારોનું વિશેષથી પ્રતિક્રમણ” કહેવાય છે. હવેની ગાથા-૯ અને ૧૦માં પહેલા અણુવ્રતના અતિચારનો હેતુ અને પાંચ અતિચારોનું કથન કરે છે–
• પટને ખુલ્વયંમ થત-પાવાવ વિસ્ફો - પહેલા અણુવ્રતમાં સ્થૂળ પ્રાણાતિપાતની વિરતિને આશ્રીને–
૦ પઢ - પહેલા, બાર વ્રતમાં પહેલું - પાંચ અણુવ્રતમાં પહેલું.
૦ અણુવ્રયંતિ - અણુવ્રતમાં. ( અહીં જુવર્યાપ્તિ અને અનુવય એવા બને પાઠ પણ મળે છે.)
૦ થુન-પફવાય - સ્થૂળ પ્રાણાતિપાતની ૦ વિડ્યો - વિરતિ થકી, વિરમણવ્રતને આશ્રીને.
“પહેલું અણુવ્રત” શબ્દપ્રયોગ કરીને આ અણુવ્રતનું નામ જણાવે છે - “સ્થૂળ પ્રાણાતિપાત-વિરતિ", તેના અતિચારોનું, કથન તો ગાથા-૧૦માં છે, પણ અહીં તે અતિચાર લાગવાનો હેતુ કહે છે.
– સર્વ વ્રતોના સારરૂપ હોવાથી “સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ' પહેલું અણુવ્રત કહ્યું છે.
– સમગ્ર વાજ્યનો નિર્દેશ આ પ્રમાણે છે કે, હવે પહેલા અણુવ્રતને વિશે લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે.
- સ્થૂલ પ્રાણાતિપાત વિરતિમાં અતિચાર લાગે તેવું જે કાંઈ આચરણ કર્યું હોય (કઈ રીતે ? તે ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું છે.)
૦ ધૂન - સ્થળથી. સ્થૂળતાથી પાલન એટલે અમુક અંશે વ્રતનું આચરણ