________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૮
૧૨૭
તેથી તેને અણુવ્રત કહેવાય છે.
– મનુ એટલે ન એવો અર્થ પણ થાય છે. “અનુ' એટલે પશ્ચાત્ત સમ્યક્ત્વનો સ્વીકાર કર્યા પછી આ વ્રતો પ્રાપ્ત થાય છે, તેથી પણ તેને “અનુવત’ કહેવામાં આવે છે.
– આ અણુવ્રતોના પાંચ પ્રકારો કહ્યા છે તે આ પ્રમાણે(૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત – સ્થળ જીવહિંસા નહીં કરવાનું વ્રત. (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત – સ્થળ જુઠું ન બોલવાનું વ્રત.
(૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત - સ્થૂળ અણદીધેલું નહીં લેવાનું વ્રત, (ધૂળ ચોરી ન કરવાનું વ્રત.)
(૪) પરદારાગમન વિરમણ વ્રત - પરસ્ત્રી સાથે ગમન નહીં કરવાનું વ્રત. આ વ્રતને ધૂળ મૈથુન વિરમણ તથા સ્વદારા સંતોષ વ્રત પણ કહે છે. | (૫) સ્કૂલ પરિગ્રહ પરિમાણ વ્રત - સ્થૂળ પરિગ્રહને મર્યાદિત રાખવો. • ગુણવ્યથામાં તિç - ત્રણ ગુણવ્રતોના.
– ગુણની અર્થાત્ મૂળગુણની પુષ્ટિને કરનારા હોવાથી આ વ્રતોને ગુણવ્રતો કહેવામાં આવે છે. તેની સંખ્યા ત્રણ છે.
– પાંચ અણુવ્રતોને ગુણકારક હોવાથી તે ગુણવ્રત કહેવાય છે.
(૧) દિક્પરિમાણ વ્રત :- દરેક દિશામાં અમુક હદથી વધારે ન જવું તેવું પરિણામ નક્કી કરવું તે.
(૨) ભોગોપભોગ પરિમાણ વ્રત - ભોગ અને ઉપભોગના પદાર્થોની મર્યાદા નક્કી કરવારૂપ વ્રત.
| (૩) અનર્થદંડ વિરમણ વ્રત - વિશિષ્ટ પ્રયોજન વિના આત્મા દંડાય તેવી પ્રવૃત્તિ કરવાથી અટકવાનું વ્રત.
( તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં આ ક્રમમાં ફેરફાર છે.) ૦ કરે - અતિચારોનું. (વ્યાખ્યા ગાથા-૨ મુજબ)
- આ ગાથામાં “અતિચાર' શબ્દ ત્રણ પદો સાથે સંકડાયેલો છે. અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત. “આ ત્રણે મળીને થતાં શ્રાવકના બાર વ્રતોના અતિચાર" - એવો વાક્યર્થ સમજવાનો છે.
• સિવવાનં ર ૩૩ - ચાર શિક્ષાવ્રતોના
- જીવને સર્વવિરતિ ચારિત્રનું કે સાધુ-જીવનનું શિક્ષણ આપે કે તાલીમ આપે તે શિક્ષાવ્રત કહેવાય.
- શિષ્યને વિદ્યાગ્રહણ કરવા માટે જેમ વારંવાર અભ્યાસ કરવો પડે, અર્થાત્ વિદ્યા જેમ વારંવાર અભ્યાસથી સાધ્ય છે, તેમ તે ગુણવ્રતો પછીનાં ફરીફરી અભ્યાસ કરવા યોગ્ય એવા સામાયિક આદિ ચાર વ્રતો શિક્ષાવ્રત રૂપ છે.
(૧) સામાયિક વ્રત - બે ઘડી પર્યન્ત મન, વચન, કાયાથી સાવદ્ય વ્યાપારોનો ત્યાગ કરવારૂપ વ્રત.