________________
૧૨૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
- જીવને ઉપદ્રવ કરવાથી પ્રાણનો વિનાશ થાય તે આરંભ. તેથી અહીં ત્રણ પ્રકારના દોષોની નિંદા સમજી લેવી. હવે આ છે કાયના સમારંભનું પાપ કઈ રીતે લાગે તે કહે છે
પથ આ પથાવિ - રાંધતા અને રંધાવતા. – પ એટલે રાંધવું.
પવન - રાંધવાની ક્રિયા. – જાતે રાંધવું તે પચન (M) અને બીજા પાસે રંધાવવું તે પાચન (પથવિM) કહેવાય છે.
– ‘’ નો સામાન્ય અર્થ “અને થાય છે. પણ અહીં પચનની રાંધનારની અનુમોદના અર્થ પણ કર્યો છે.
1 - જો કે ગૃહસ્થોને વિવિધ પ્રવૃત્તિઓમાં છ એ કાયના જીવોનો સમારંભહિંસા લાગે છે, પણ રાંધવા-રંધાવવાની પ્રવૃત્તિ માટે ઘણો સમારંભ થાય છે. કેમકે તેમાં ચૂલા (માટી)ની, પાણીની, અગ્રિની, પવનની, જુદા જુદા ધાન્યો અને વનસ્પતિની, અનેક જાતના વાસણોની વગેરે અનેક વસ્તુની જરૂર પડે છે. આ પ્રકારની હિંસાનો સર્વથા ત્યાગ ગૃહસ્થોને માટે શક્ય પણ નથી અને તેને તે જાતનું પ્રત્યાખ્યાન પણ નથી. પરંતુ તેમાં જેટલી જયણા પાળે, તેટલું તે સમારંભ-હિંસાનું પ્રમાણ ઘટાડી શકાય છે.
• જે વોસા - જે દોષો કે દૂષણો, મલિનતા, અશુદ્ધિ.
– પચન, પાચન કે તેની અનુમોદના કરતા પૃથ્વી આદિ છ કાય જીવનો જે સમારંભ થાય તેને કારણે જે દોષ લાગ્યો, મલિનતા થઈ.
– આવો દોષ કોના નિમિત્તે લાગે તે કહે છે
• સત્તા ચ પર ઉમા વ - પોતાને માટે, બીજાને માટે કે પોતાના અને બીજાના બંનેને માટે.
૦ અઠ્ઠા એટલે આત્માર્થે, પોતાના માટે ૦ ઘર એટલે પારકાના માટે, બીજાના માટે ૦ ઉમટ્ટા - ઉભયને માટે, પોતાના-પારકાના બંને માટે. ૦ વેવ - એટલે અને વળી.
– પોતાને માટે, બીજાને માટે કે બંનેને માટે અથવા નિરર્થક વેષાદિને લીધે (રાંધતા-રંધાવતા જે છ કાયજીવોની હિંસા થવાથી મને જે દોષ લાગ્યો હોય - તેનું શું કરવું ?)
• તં નિઃ - તેની હું (તે દોષોની) નિંદા કરું છું.
હવે બારવ્રતોના અતિચારોનું સામાન્ય પ્રતિક્રમણ કરવા માટે સૂત્રકાર - ગાથા-૮માં જણાવે છે કે
• પંપણમyવ્યથા" - પાંચ અણુવ્રતોના - અણુ એટલે નાનું
દ્વય એટલે વ્રત-વિરમવું તે. - જુવ્રત - મહાવ્રતોની તુલનાએ આ વ્રત નાના છે, અલ્પ નિયમવાળા છે