________________
વંદિત્તુ-સૂત્ર-વિવેચન-ગાથા-૬,
કાંતારવૃત્તિ.
(૧૦) છ ભાવના સમ્યકત્વએ
રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, દેવાભિયોગ, ગુરુનિગ્રહ અને
·
6.
---
હ
-
૧૨૫
છે, મોક્ષનું નિધાન છે, આધાર છે અને ભાજન છે.
(૧૧) છ સ્થાન –
ચારિત્રધર્મનું મૂળ છે, મોક્ષનું દ્વાર છે, મોક્ષ મહેલનો પાયો
જીવ છે, જીવ નિત્ય છે, જીવ પુણ્ય-પાપનો કર્તા છે, તેનો ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે.
(૧૨) પાંચ પ્રકારે ભુષણ ·
-
જિનશાસનને વિશે કુશળતા, શાસનપ્રભાવના, તીર્થસેવા, સ્થિરતા અને
ભક્તિ.
એ રીતે સમ્યકત્વના ૬૭ ભેદો છે. (સમ્યકત્વના વિવેચન માટે તેની નોંધ કરી છે, ગ્રંથવિસ્તાર ભયે વ્યાખ્યા નોંધી નથી.)
૦ હવે ગાથા-૭થી ચારિત્રપ્રતિક્રમણનો અધિકાર ચાલુ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો શ્રાવકના બાર વ્રતો સંબંધી અતિચાર-વિચારણાનો આરંભ થાય છે. જેમાં આ ગાથા-૭માં સામાન્યથી સમારંભ-હિંસાની નિંદા કરેલી છે. • छक्काय समारंभे છ કાયના જીવોની હિંસા કે વિરાધના કરતાં.
० छक्काय એટલે ષટ્કાય, છ પ્રકારનો કાય સમૂહ. જેમાં પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયનો સમાવેશ થાય છે. (વધુ વિગત માટે સૂત્ર-૩૧ ‘સાત લાખ’ જોવું)
પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ એ પાંચ સ્થાવર જીવો છે અને ત્રસકાયમાં બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય તથા અસંજ્ઞી અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોનો સમાવેશ થાય છે.
દશવૈકાલિક સૂત્ર અધ્યયન-૪, આચારાંગ સૂત્ર અધ્યયન-૧, જીવાજીવાભિગમ અને પત્રવણા આગમોમાં તેની ઘણી માહિતી છે.
૦ સમારંભે - હિંસા, વિરાધના.
-૦- છ એ કાયના જીવોને જેમાં પરિતાપના આદિ હિંસાપર્યંત જે પ્રવૃત્તિ થાય તેને છકાયનો સમારંભ કહે છે.
પ્રશ્ન :- આગમગ્રંથોમાં સંરંભ, સમારંભ, આરંભ એ ત્રણેનું ગ્રહણ છે તો પછી અહીં માત્ર ‘સમારંભ' શબ્દ કેમ મૂક્યો ?
સમાધાન :- જેમ ત્રાજવાની દાંડીને મધ્યમાં ગ્રહણ કરવાથી આદિ અને અંતનું ગ્રહણ પણ થાય છે, તેમ તુલાદંડ ન્યાયથી મધ્યનો ‘સમારંભ' શબ્દ ગ્રહણ કરતાં ત્રણે પદોનું ગ્રહણ થાય છે.
જીવોને તર્જના થાય તેવા આરંભ માટેનો સંકલ્પ તે સંરંભ.
- જીવોને પરિતાપ કરનારો આરંભ તે સમારંભ.