________________
૧૨૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
સહજ રીતે થતું સમ્યક્ત્વ.
૩. ત્રણ પ્રકાર - (૧) કારક - ગુરના ઉપદેશથી તપ, જપાદિ ક્રિયાની શ્રદ્ધા, (૨) દીપક - પોતાની શ્રદ્ધા ન હોય છતાં બીજાને શ્રદ્ધા કરાવનાર. (૩) રોચક - શાસ્ત્રીય હેતુ કે દૃષ્ટાંત જાણ્યા વિના રુચિમાત્રથી થનાર.
૪. પાંચ પ્રકાર - (૧) ઔપશામિક, (૨) સાયિક, (૩) લાયોપથમિક, (૪) વેદક અને (૫) સાસ્વાદન.
૫. દશ પ્રકાર - (૧) નિસર્ગચિ, (૨) ઉપદેશરુચિ, (૩) આજ્ઞારૂચિ, (૪) સૂત્રરૂચિ, (૫) બીજરૂચિ, (૬) અભિગમ રૂચિ, (૭) વિસ્તાર રૂચિ, (૮) ક્રિયારૂચિ, (૯) સંક્ષેપરૂચિ, (૧૦) ધર્મફચિ.
૦ સમ્યક્ત્વના ૬૭ ભેદ - (સંક્ષેપમાં) (૧) ચાર પ્રકારે શ્રદ્ધા -
(૧) પરમાર્થ સંસ્તવ-તત્ત્વ પરિચય, (૨) પરમાર્થના જ્ઞાતા મુનિની સેવા, (૩) સમ્યક્ત્વથી ભ્રષ્ટ જનોનો ત્યાગ, (૪) મિથ્યાષ્ટિનો ત્યાગ.
(૨) ત્રણ પ્રકારે લિંગ -
(૧) શ્રતની પરમ અભિલાષા, (૨) ચારિત્ર ધર્મનો અતિ અનુરાગ (૩) દેવ ગુરુની વૈયાવચ્ચનો નિયમ
(૩) દશ પ્રકારે વિનય –
– અરિહંત, સિદ્ધ, ચૈત્ય, કૃત, ચારિત્ર, સાધુવ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન અને દર્શન એ દશેનો વિનય કરવો.
(૪) ત્રણ પ્રકારે શુદ્ધિ – (૧) અરિંતના ધર્મ સિવાય સમસ્ત વિશ્વ અસાર માનવું તે મનશુદ્ધિ.
(૨) અરિહંત ધર્મ આરાધનથી ન થતુ કાર્ય, બીજા કોઈપણ દેવોના ધર્મથી સિદ્ધ થવાનું જ નથી એમ જાણી તેઓને પ્રાર્થના ન કરે તે વચનશુદ્ધિ. (૩) મરણાંતે પણ અન્ય દેવને નમસ્કાર ન કરે તે કાયશુદ્ધિ.
(૫) પાંચ પ્રકારે દુષણ વર્જન શંકા, કાંસા, વિચિકિત્સા, પ્રશંસા, સંસ્તવનો ત્યાગ કરવો. (૬) આઠ પ્રકારે પ્રભાવકો
બુહમૃત, ધર્મોપદેશમાં લબ્ધિવંત, વાદી, નૈમિતિક, તપસ્વી, વિદ્યાવંત, યોગસિદ્ધ અને મહાવિદ્વાનું.
(૭) પાંચ લક્ષણ – ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. (૮) છ પ્રકારે જયણા –
અન્યતીર્થીને - અન્ય દેવને અને પરતીર્થીએ ગ્રહણ કરેલ જિનપ્રતિમાને– વંદન, નમસ્કાર, દાન, અનુપ્રદાન, આલાપ, સંતાપ એ છ ન કરવા.
(૯) છ આગાર –