________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૬
૧૨૩ જીવ ઋદ્ધિ-દેવલોકાદિની ઇચ્છાથી દીક્ષા પણ ગ્રહણ કરે છે. કંઈક ન્યૂન એવાં દશપૂર્વો સુધીનું દ્રવ્યશ્રુત પણ મેળવે. આવા કિંચિત્ ન્યૂન દશ પૂર્વ સુધીના જ્ઞાનવાળાને સમ્યક્ત્વ હોય અને ન પણ હોય. પરંતુ પૂર્ણ દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીના જ્ઞાતાને નિશ્ચયે સમ્યકત્વ હોય છે.
યથાપ્રવૃત્તિકરણ વડે ગ્રંથી દેશે રહેલા તે જીવોમાંથી કોઈ જીવ કુહાડાની તીર્ણોધાર જેવા વિશુદ્ધ પરિણામથી તે રાગ-દ્વેષના પરિણામની ગાંઠને ભેદે છે. તે વખતે તીવ્ર પરિણામથી મિથ્યાત્વની સ્થિતિના ઉદયક્ષણની ઉપર ઓળંગી જાય છે. પહેલા અંતર્મુહુર્ત વેદાય તેવા મિથ્યાત્વના દલીકોને દાબીને બીજા અંતર્મુહર્ત વેદવાના મિથ્યાત્વના દલીકોની ઉથલપાથલ કરે છે. એ રીતે મિથ્યાત્વની સ્થિતિના અંતર્મુહર્તકાલીન મિથ્યાત્વની સ્થિતિને પણ વલોવી નાખનાર પ્રબળ એવા આત્મસામર્થ્યના આ જીવે કદિ નહીં પ્રગટાવેલા પ્રાદુભવને અપૂર્વકરણ કહે છે.
આ અપૂર્વકરણ પછી સત્તામાં રહેલ મિથ્યાત્વની સ્થિતિના તે જીવ બે ભાગ કરે છે, જેને અનિવૃત્તિકરણ કહે છે.
આ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ લક્ષણરૂપ પરિણામ-વિશુદ્ધિના સામર્થ્યથી તે જીવ અનિવૃત્તિકરણમાં રહ્યો રહ્યો તે સ્થળે મિથ્યાત્વનાં દલીકોને મિથ્યાત્વની પ્રથમ અંતર્મુહર્તકાલીન વેદ્ય સ્થિતિમાંથી વેદતો જાય છે અને બીજા અંતર્મુહૂર્તકાલીન વેદ્ય સ્થિતિમાંના મિથ્યાત્વનાં દલીકોને પણ તે પ્રથમ સ્થિતિમાં રહ્યો રહ્યો જ વેદી નાંખવા તે પ્રથમ અન્તર્મુહર્તકાલીન વેદ્ય સ્થિતિમાં જ નાંખવા લાગીને બીજા અંતર્મુહુર્વકાલીન ભાવિ વેદ્ય સ્થિતિને મિથ્યાત્વના મુદ્દગલો રહિત કરી નાખે છે.
આ રીતે મિથ્યાત્વની સ્થિતિમાં આંતરૂ પાડી દેનારી આત્માની તે ક્રિયાને અંતરકરણ કહે છે. અંતઃકરણ વખતે જીવે મિથ્યાત્વની જે બે સ્થિતિ બનાવી, તેમાં નીચેની નાની સ્થિતિ અંતર્મુહર્તકાળ પ્રમાણ વેદ્ય હોય છે અને તે પ્રથમ સ્થિતિની પછીના પાડેલા આંતરાની ઉપરની મોટી સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમકાળ પ્રમાણ હોય છે. તેમાં અંતરકરણમાં પહેલાં જ સમયે ઉપશમ સમ્યક્ત્વ પામે છે. એ પ્રમાણે જીવે પ્રાપ્ત કરેલ ઉપશમ સમ્યક્ત્વ બાદ મિથ્યાત્વની બાકી રહેલ બીજી મોટી સ્થિતિમાં રહેલાં મિથ્યાત્વના પગલો શુદ્ધ, અદ્ધ શુદ્ધ અને અશુદ્ધ એવા ત્રણ ભાગ કરે છે. એ રીતે તે ક્ષયોપશમ સમ્યગુષ્ટિ, મિશ્રષ્ટિ અને મિથ્યાષ્ટિ થાય છે. એ રીતે ઉપશમ સમ્યક્ત્વથી પડીને ક્ષયોપશમસમ્યક્ત્વમાં, મિશ્રમાં કે મિથ્યાત્વમાં જાય છે. તેમાંથી કોઈ દેશવિરતિ કે સર્વવિરતિ પણ પામે છે.
૦ સમ્યક્ત્વના પ્રકારો :૧. એક પ્રકાર - તત્ત્વમાં રુચિરૂપ આત્માના વિશુદ્ધ પરિણામ. ૨. બે પ્રકાર - આધિગમિક અર્થાતુ ઉપદેશથી થતું અને નૈસર્ગિક એટલે