________________
૧૨૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
સમ્યક્ત્વ છે. વળી કોઈ તે નવતત્ત્વોને જાણતો ન હોય - માત્ર ભાવથી તે તત્ત્વોમાં શ્રદ્ધા રાખતો હોય તેને પણ સમ્યક્ત્વ છે.
અથવા - સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રનો જે અધ્યવસાય-આત્મપરિણામ તે સમ્યકત્વ.
- તત્ત્વાર્થસૂત્ર - તત્ત્વાર્થની શ્રદ્ધા તે સમ્યગદર્શન - અહીં તત્ત્વ એટલે ભાવ અને અર્થ એટલે જીવાદિ તત્ત્વો.
– અરિહંત એ જ મારા દેવ, સુસાધુ જ મારા ગુરુ અને જીનેશ્વરે-કેવલીએ કહેલો ધર્મ મારે પ્રમાણ છે એવા જે શુભ આત્મપરિણામ તેને જગતગુરૂ-તીર્થકરે સમ્યક્ત્વ કહેલ છે.
૦ સમ્યક્ત્વની મહત્તા :
- અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા સર્વવિરતિ અને દેશવિરતિ ધર્મનું મૂળ સમ્યક્ત્વ છે.
– સમ્યક્ત્વ એ કષ્ટ કરીને સાધ્ય એવા પણ ચિનોક્ત ધર્મનું મૂળ છે, ધર્મરૂપી નગરનું દ્વાર છે. ધર્મરૂપી મહેલનો પાયો છે, જિનકથિત ધર્મનો આધાર છે, મૃતરૂપી અમૃતરસને ઝીલવાનું ભાજન છે, સમસ્ત ગુણોનું નિધાન છે.
– અનાદિકાળથી ભવચક્રમાં ભમતા પણ ભવનો અંત નહીં પામી શકેલા જીવોને અંતર્મુહર્ત માત્ર પણ જો સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય તો તેમને નિશે અદ્ધપુગલ પરાવર્તકાળ સંસાર બાકી રહે છે.
- જો સમ્યકત્વ પામ્યા પહેલા આગામી ભવનું આયુ બાંધ્યું ન હોય અને પામેલા સમકિત વખ્યો ન હોય તો તે સમ્યગૃષ્ટિ જીવ અવશ્ય વૈમાનિક દેવ થાય છે.
– જે ધર્માનુષ્ઠાન કરી શકે તેમ હોય તે કરે અને ન કરી શકે તેમ હોય તે ધર્માનુષ્ઠાનમાં શ્રદ્ધા રાખે. એવો પુણ્યાત્મા (સમકિતના પ્રભાવે) મોક્ષ પામે છે.
૦. સમ્યક્ત્વ પ્રાપ્તિ :
પ્રથમ સમ્યક્ત્વનો લાભ ચારે ગતિમાં સંજ્ઞીપર્યાપ્ત પંચેન્દ્રિય જીવને થાય છે. તે સમ્યક્ત્વ નિસર્ગથી કે અધિગમથી પામે.
કોઈ અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવ અનંતા પુદ્ગલપરાવર્ત સુધી સંસારમાં ભમ્યો હોય, પછી - જેમ પર્વતમાંથી નીકળેલ પત્થર નદીના પ્રવાહમાં ઘસડાતાં અનાયાસે જ સુંવાળો બની જાય તેમ વગર પ્રયાસ અને વગર ઇચ્છાએ શુભપરિણામના ભેદરૂપ યથાપ્રવૃત્તિ કરણ વડે આયુ સિવાયના સાત કર્મોને કંઈક ન્યૂન એક સાગરોપમની સ્થિતિવાળા બનાવે છે.
અહીં એ પછી પ્રાણીને દુષ્કર્મથી નીપજેલી અને પૂર્વ કદી નહીં ભેદેલી એવી ગાંઠ - રાગદ્વેષના પરિણામરૂપ કર્મગ્રંથી હોય છે. આ ગાંઠ પાસે ભવ્ય કે અભવ્ય જીવો યથાપ્રવૃત્તિ કરણ વડે-પ્રયાસ વિના અનંતી વાર આવે છે. તે જ ગ્રંથ દેશે તે જ કરણના પરિણામમાં વર્તતા ત્યાં સંખ્યાત કે અસંખ્યાત કાળ રહે છે. ત્યાં રહેલ