________________
વંદિત્તુ-સૂત્ર-વિવેચન-ગાથા-૬
કે હું જરૂર પાછો આવીશ. તેથી તેઓ ગુરુ મહારાજ પાસે પાછા આવ્યા. ગુરુમહારાજે પ્રતિબોધ કરતા સિદ્ધમુનિ જિનધર્મથી વાસિત થયા. પણ બૌદ્ધોને વચન આપ્યું હતું તેથી ફરી બૌદ્ધો પાસે ગયા. વળી બૌદ્ધોના બોધથી તેઓ તેમના પ્રત્યે આકર્ષિત થયા. આ પ્રમાણે સિદ્ધમુનિએ એકવીશ વખત આવ-જા કરી. ત્યારે તેના પ્રતિબોધ માટે “નમૃત્યુર્ણ” સૂત્ર પર હરિભદ્રસૂરિજી મહારાજે ‘લલિત વિસ્તરા' નામે વૃત્તિ રચી તે વાંચ્યા પછી તેઓ જિનધર્મ દૃઢ બન્યા માટે અન્ય મતિઓનો પરિચય સર્વથા છોડવો.
♦ નિમીત્તુ - કુલિંગીઓને વિશે, કુતીર્થિકોને વિશે.
જેઓનો વેશ-આચાર આદિ કુત્સિત છે, મોક્ષ માર્ગમાં બાધક છે તેમને કુલિંગી કે અન્યદર્શની કે મિથ્યાદૃષ્ટિ કહ્યા છે.
આ ‘“કુલિંગી’ પદ પૂર્વેના ‘પસંસ’' અને ‘‘સંથવ'' પદો સાથે સંકડાયેલું છે, જેનો ઉલ્લેખ તે-તે પદોમાં કર્યો છે.
♦ સમ્મત્તત્ત-ગારે - સમ્યક્ત્વના અતિચારને વિશે
શંકા, કાંક્ષા આદિ પાંચ દુષણોનું વર્ણન કર્યુ તેને સમ્યકત્વના અતિચાર
જાણવા.
૦ દ્બાર - અતિચાર, દુષણ, દોષ
- ‘અતિચાર' શબ્દનું વિવેચન પૂર્વે ગાથા-૨માં કરાયેલું છે.
૧૨૧
० सम्मत्त
૦ હિટને વૈસિર્ગ સવ્વ - ગાથા-૩ મુજબ જાણવું.
--
આ એક વિશાળ અને ગહન વિષય છે, તેની સંપૂર્ણ ચર્ચા વિસ્તાર ભયે અત્રે કરેલ નથી, તો પણ તેના ઘણા મુદ્દાની અમે અહીં નોંધ લઈ રહ્યા છીએ.
* સમ્યકત્વની દૃઢતા વિશે જય અને વિજય નામના કુમારની ઘણી જ મોટી કથા અર્થદીપિકા ટીકામાં આપેલી છે. ત્યાં જોઈ શકાશે.
· સમ્યક્ શબ્દ યથાર્થતાનો દ્યોતક છે અથવા મોક્ષમાર્ગથી અવિરુદ્ધ માર્ગનો સૂચક છે. તેથી યથાર્થ કે મોક્ષમાર્ગથી અવિરુદ્ધ માર્ગ કે તત્ત્વનો ભાવ તે સમ્યક્ત્વ છે.
-
-
-
૦ સમ્યક્ત્વનો અર્થ-વ્યાખ્યા :
અર્થવિષ્ઠા - દર્શનમોહનીય કર્મના ઉપશમાદિથી થયેલ “અરિહંત ભગવંતોએ કહેલ જીવ-અજીવ આદિ નવતત્ત્વો - તે તત્ત્વોને વિશે સમ્યક્ શ્રદ્ધારૂપ આત્માનો જે શુભ પરિણામ'' તેનું નામ સમ્યક્ત્વ જાણવું.
પંવાશ - પહેલું - તત્ત્વ વડે અર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યક્ત્વ. વેવેન્દ્રસૂરિ - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, મોક્ષ અને નિર્જરા એ નવ તત્ત્વોની જે આત્મગુણ વડે શ્રદ્ધા તે આત્મગુણને સમ્યક્ત્વ કહેવાય.
नवतत्त्वप्रकरण જીવ, અજીવ આદિ નવતત્ત્વોને જે જાણે-માને તેને
-
સમ્યક્ત્વ - ‘સમ્યક્ એટલે યથાર્થ'' તેનો ભાવ તે સમ્યક્ત્વ