________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન- ૩
ગાય, ભેંસ, બળદ, ઘોડા, બકરા આદિ પ્રાણિઓ નિર્દોષ હોવા છતાં આજીવિકા માટે તેમને પાળવા પડે છે અને પ્રસંગોપાત્ તેમને બંધન-તાડનાદિ પણ કરવાં પડે છે. પુત્ર-પુત્રી આદિને પણ સુશિક્ષા માટે તાડન-તર્જન આદિ કરવું પડે છે. આ સર્વે સાપેક્ષ હિંસા છે જ્યારે નિર્દયપણે માર મારીને કે બીજી કોઈ પણ રીતે નિરપરાધ પ્રાણીને પીડવું તે ‘નિરપેક્ષ' હિંસા છે.
આવી હિંસાનો ગૃહસ્થને ત્યાગ હોય છે, તેથી અઢી વસામાંથી સવા વસા જેટલું જ પ્રમાણ (૬.૨૫ ટકા પ્રમાણ) બાકી રહ્યું.
આ રીતે ગૃહસ્થનું વ્રત ‘નિરપરાધી ત્રસ જીવની સંકલ્પપૂર્વક નિરપેક્ષ હિંસા ન કરવી.'' એમ હોય છે. માટે તે સ્થૂળ કહ્યું.
૧૩૦
ગાથામાં અત્યાર સુધીનું વિવરણ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતનું સ્વરૂપ જણાવે છે. એટલે જ વિડ્યો શબ્દ મૂક્યો.
૦ વિો એટલે વિરતિ થકી. વિરમવું-અટકવું તે વિરતિ. * હવે આ વ્રતમાં અતિચાર કઈ રીતે સંભવે તે જણાવે છે–
૭ આયરિયમપ્પસત્યે ત્ય પમાયપોળ - અહીં પ્રમાદના યોગે અપ્રશસ્ત ભાવમાં વર્તતા (એવા મેં પ્રાણાતિપાતની વિરતિ વિશે) જે કાંઈ વિપરીત આચરણ કર્યું હોય.
૦ ઞાયરિયું - અતિચર્યુ હોય, અતિક્રમ્સ હોય.
અતિચરવું એટલે મર્યાદાનું ઉલ્લંઘન કરવું, અતિચાર ઉત્પન્ન થાય તેવી ક્રિયા કરવી.
અહીં વત્ પદ અધ્યાહાર છે. એટલે “જે કાંઈ અતિચાર ઉત્પન્ન થાય તેવું કર્યું હોય.'' એવો તેનો અર્થ થશે.
-
આયરિય શબ્દ આર્ષ પ્રયોગ છે, તેનો અર્થ તિતિક્ થાય છે. કેમકે ઞરિયે પદને બદલે આયરિય શબ્દ મૂકાયો છે. ‘“અઇયરિયં’' એટલે “અન્યત્ર ગમન કરવું''. જો કે દેશવિરતિમાંથી સર્વવિરતિમાં જવું તે પણ અન્યત્ર ગમન કર્યું જ કહેવાય. પણ આ ‘અન્યત્રગમન’ પ્રતિક્રમણને યોગ્ય નથી. તેથી સૂત્રકારે આગળ શબ્દ મૂક્યો ગપ્પસત્યે અપ્રશસ્ત ભાવે. • अप्पसत्थे અપ્રશસ્ત ભાવનો ઉદય થયો હોય ત્યારે
-
અપ્રશસ્ત એટલે ક્રોધાદિક ઔદયિક ભાવ ઉત્પન્ન થવાથી, મન કાબૂ બહાર જતાં. (જે કંઈ વધ-બંધનાદિ પ્રવૃત્તિ કરી હોય.)
૦ ડ્થ - અહીં, આ સ્થળે.
આ પહેલા પ્રાણાતિપાત વિરમણ વ્રતને વિશે.
--
‘‘ઇત્યું” શબ્દ બહુ મહત્ત્વનો છે. જેમકે રામચંદ્રજી પ્રત્યેના લક્ષ્મણના સ્નેહની કસોટી કરવા કોઈ દેવે લક્ષ્મણને કહ્યું કે, રામચંદ્ર મૃત્યુ પામ્યા. તે સાંભળીને લક્ષ્મણ મરણ પામ્યા. તો અહીં વધ-હિંસા તો થઈ જ છે. પણ આ અતિચાર હિંસાનો નથી મૃષાવાદનો છે, તેથી તેની આલોચના બીજા વ્રતમાં થાય.