________________
૧૧૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ ત્યાં સુવા-બેસવામાં આવે.
(એ ચાર કાર્યો-પ્રવૃત્તિથી દિવસ દરમ્યાન દર્શનાચારમાં જે અતિચાર લાગ્યા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું - તેમ સમજવું.)
આમ કેમ કહાં ? શ્રાવકોને અન્યતીર્થીના રથયાત્રાદિમાં જવાનો નિષેધ છે માટે આમ કહ્યું છે.
તો તે અતિચાર કઈ રીતે? નિષેધ હોવાથી તેવી પ્રવૃત્તિ શ્રાવક માટે સ્પષ્ટ અનાચાર છે, પણ જો હવે પછી જણાવાયેલ “અણાભોગે” આદિ ત્રણ કારણે આગમનાદિ થાય તો અતિચાર છે.
• ગામને - અનાભોગથી, અનુપયોગથી, ભૂલી જવાથી, વિસરી જવાથી, જાણ બહાર આગમનાદિ થઈ જવાથી.
૦ આભોગ એટલે વિશેષ ઉપયોગપૂર્વકની ક્રિયા.
૦ અનાભોગ એટલે “આભોગ નહીં તે.” વસ્તુ ખ્યાલમાંથી તદ્દન નીકળી જવી, વિસરાઈ જવી એ અનાભોગ ક્રિયા છે.
– “અનાભોગે' પદમાં સપ્તમીનો પ્રયોગ તૃતીયા વિભક્તિના અર્થમાં થયો છે. આ જ પ્રયોગ મિત્રો અને નિકો માં છે.
- “દર્શનાચાર'ના અર્થમાં વૃત્તિકાર કહે છે કે, પ્રમાદના વશથી સમ્યક્ત્વનો ઉપયોગ ન રહેલ હોય તો દર્શનાચારમાં અતિચારો લાગે. સમ્યકત્વના ઉપયોગ હોય તો પણ અન્યતીર્થીઓના મહોત્સવ કે દેવસ્થાનો વગેરેમાં જવા-આવવાથી તો અનાચાર જ કહેવાય
• મોજે - અભિયોગથી, આગ્રહથી, દબાણથી – ચારે બાજુથી જોડવું દબાણપૂર્વક જોડવું તે “અભિઓગ".
- જેમાં સ્વ ઇચ્છા નહીં પણ આગ્રહ, દબાણ કે બળાત્કાર કારણભૂત હોય છે, તેને અભિઓગ' કહેવામાં આવે છે.
– “દર્શનાચાર'ના સંબંધમાં વૃત્તિકાર આ પ્રમાણે કહે છે–
સમ્યકત્વનો ઉપયોગ હોય તો પણ રાજા વગેરેના આગ્રહથી બળાત્કારે મિથ્યાષ્ટિઓના મહોત્સવો કે ધર્મસ્થાનો વગેરેમાં જવું પડેલ હોય તેથી તેમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય.
આ અભિયોગના છ ભેદ કહ્યા છે. સમ્યકત્વ અંગીકાર કરતી વખતે આ છ અભિયોગને અપવાદરૂપ કહ્યા છે.
(૧) રાજાભિયોગ:- રાજાની પરવશતા કે દબાણથી કોઈ કાર્ય કરવું પડે તે. (મહોત્સવાદિમાં જવું આવવું પડે તે).
(૨) ગણાભિયોગ :- લોકસમૂહના દબાણથી કે સ્વજન કુટુંબ આદિ સમુદાયની પરવશતા કે આગ્રહથી કોઈ કાર્ય કરવું પડે તે (મહોત્સવાદિમાં જવું-આવવું પડે છે.)
(૩) બલાભિયોગ - રાજા કે સ્વજનાદિ સિવાયના કોઈ વધારો બળવાનના દબાણથી કે તેની આધીનતાથી કોઈ કાર્ય કરવું પડે તે (મહોત્સવાદિમાં જવું-આવવું