________________
વંદિ-સૂત્ર-વિવેચન-ગાથા-૫
૧૧૫
છે, તેમ સમજવું.
• ગામને નિશાનને ટાળે ચંવમળે - આવવામાં, જવામાં, ઉભા રહેવામાં કે ચારે તરફ ફરવામાં,
૦ ગ્રામ - આવવામાં આવવું તે આગમન. ૦ નિમણે - જવામાં, બહાર જવું તે નિર્ગમના
– કોઈ વ્યક્તિ કોઈ સ્થાનની અંદર કે સ્થાન પ્રતિ આવે તો તેનું તે સ્થાનમાં ‘આગમન થયું કહેવાય અને કોઈ વ્યક્તિ તે સ્થાન છોડીને જાય તો તે સ્થાનથી તેનું નિર્ગમન કહેવાય
૦ ટાળે - સ્થાને, ઉભા રહેવામાં
– થા - એટલે ઉભા રહેવું તેની ક્રિયા તે સ્થાન (ટા) તેના વિશે એટલે કે ઉભા રહેવામાં
– આગમન કે નિર્ગમન ન કરતાં એક સ્થાને ઉભા રહેવું તે સ્થાન ૦ વંછમ - ચોતરફ ફરવામાં, વારંવાર ચાલવામાં.
– વારંવાર જવું-આવવું કે અહીં-તહીં ફરવું તે ચંક્રમણ આ ક્રિયામાં આગમન અને નિર્ગમન બંને પ્રવૃત્તિ ચાલુ રહે છે.
– “આગમણે આદિ ચારે પદ સંબંધી વિશેષ કથન :
(૧) ધર્મધ્યાન કે શુભ પ્રવૃત્તિ અને ક્રિયાના હેતુ સિવાય થતી આ પ્રકારની ક્રિયાઓ અશુભ કર્મબંધનું કારણ છે.
(૨) જો “આગમન' આદિ ઉપરોક્ત ચાર ક્રિયા અને હવે પછી કહેવાનાર ‘અણાભોગે' આદિ ત્રણે એ સાતે અલગ-અલગ હેતરૂપે વિચારવામાં આવે તો આ સાતેનો સંબંધ પૂર્વની ગાથા ત્રણના ગં વદ્ધ પદો સાથે જોડવો અર્થાત્ “આગમન' આદિ સાતે કારણોથી “જે અશુભ કર્મબંધ થયો હોય" તેનું હું પ્રતિક્રમણ કરું છું તેમ સમજવું
(૩) દર્શનાચારના અતિચારોના પ્રતિક્રમણરૂપે વિચારીએ તો હવે પછી કહેવાનાર “અણાભોગે, અભિઓગે, નિયોગે" આ ત્રણ કારણો છે અને “આગમણે” આદિ ચાર તે અતિચાર લાગવા માટેની પ્રવૃત્તિ કે કાર્યો છે. મતલબ કે “આગમણે' આદિ ચારે પ્રવૃત્તિઓ જો “અણાભોગ-અભિઓગ અને નિયોગને કારણે થઈ હોય તો અતિચાર લાગે છે અને તે કર્મબંધનું કારણ બને છે. આ કથનને આશ્રીને વૃત્તિકાર અર્થ કરે છે તે મુજબ
- ગામો - એટલે મિથ્યાષ્ટિઓના રથયાત્રા મહોત્સવ વગેરે જોવા માટે કુતૂહલથી ઝડપભેર આવવું તે.
– નિઝામને - તેવા મહોત્સવ આદિ જોવા માટે પોતાના ઘર-હાટમાંથી નીકળવામાં આવે.
- ટાળે - અન્યદર્શનીઓના દેવસ્થાનો આદિમાં જો ઉભા રહેવામાં આવે છે. - વંમ - તેવા દેવસ્થાનો વગેરેમાં અહીં-તહીં ફરવામાં આવે ઉપલક્ષણથી