________________
૧૧૭
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-પ પડે તે.).
(૪) દેવાભિયોગ :- દુષ્ટ દેવતાઓના દબાણથી કોઈ કાર્ય કરવું પડે તે (મહોત્સવાદિમાં જવું-આવવું પડે તે)
(૫) ગુરુ-અભિયોગ :- માતા-પિતા આદિ વડીલ લોકોના દબાણ વશ કોઈ કામ કરવું પડે તે. (મહોત્સવાદિમાં જવું-આવવું પડે તે)
વૃત્તિકારશ્રી એક સાક્ષીપાઠ દ્વારા જણાવે છે કે, માતા, પિતા, વિદ્યા, કલા શીખવનાર ગુર, તે ત્રણેની જ્ઞાતિઓ, પોતાના વડીલો, ધર્મોપદેશક ગુરૂ એ છ ને સજ્જન પુરુષોએ ગુરુવર્ગ કહેલ છે, તેથી ગુરુનિગ્રહ"માં આ છ ને ગુરુ સમજવા.
(૬) વૃત્તિ-કાંતાર અભિયોગ :- દુષ્કાળ જેવા પ્રસંગમાં અથવા જંગલ વગેરે સ્થાનમાં કે જે વખતે અને જ્યાં સર્વથા નિર્વાહનો અભાવ હોય છે, તેવા વિષમ પ્રસંગમાં આજીવિકાને માટે કોઈ કાર્ય કરવું પડે તે વૃત્તિ કાંતાર અભિયોગ
આ છે કારણોથી અભ્યદર્શનીઓના રથયાત્રાદિ મહોત્સવ કે દેવસ્થાનોમાં જવાઆવવા, રહેવા કે ફરવાનું બન્યું હોય અને તેનાથી (દર્શનાચારમાં) જે કોઈ અતિચાર લાગ્યા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું.
• નિગm - નિયોગથી, ફરજને લીધે
– નિયોગ એટલે અધિકાર કે ફરજ, તેના લીધે અર્થાત્ જે કાર્ય અધિકારવશાત્ કે ફરજ બજાવવા માટે કરવું પડેલ હોય તેને લીધે (કોઈ અતિચાર લાગ્યા હોય તે-)
– નગરશેઠ, મંત્રી વગેરે અધિકાર પદની ફરજથી તેવા કોઈ સ્થાનોમાં જવું આવવુંઉભા રહેવું કે ચોતરફ ફરવાનું થયું હોય તેનાથી (દર્શનાચારમાં) અતિચાર લાગ્યા હોય તેનું
• હલને સિલ્વે - દિવસ સંબંધી તે સર્વે અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું (વિવેચન માટે ગાથા-૩ જોવી) વિશેષ એટલે કે અહીં “અનાભોગ, અભિયોગ, નિયોગ” એ ત્રણ કારણે જે આવાગમન, સ્થાન કે ચંક્રમણ થયું હોય તેનું પ્રતિક્રમણ કરવું
૦ ગાથાર્થ બીજી રીતે - વૃત્તિકારે જણાવેલ છે.
અનાભોગે” પ્રમાદને વશ થઈ અસાવધાનપણે ઘર, દુકાન વગેરે સ્થાનોમાં આવવાથી, નીકળવાથી, ઉભા રહેવાથી કે હરવા-ફરવાથી જે કોઈ અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરવું
અહીં ઘર-દુકાન વગેરેમાં આવાગમન આદિ પ્રયોજન છે તો પણ અસાવધાનપણે જવા-આવવામાં પંચેન્દ્રિયાદિ જીવોની હિંસા થવાનો સંભવ છે, તેથી શ્રાવકોને તેવા જરૂરી પ્રયોજનથી પણ ઉપયોગ વિના ગમનાગમનનો નિષેધ છે.
“અભિયોગી' રાજા વગેરેની પરવશતાને લીધે પોતે લીધેલ કોઈ નિયમ ખંડિત કરવો કે વિરાધવો પડેલ હોય ત્યારે...
“નિયોગે પાપમય પ્રવૃત્તિ કરવી પડે તેવા અધિકારી પદે વર્તતા હોય ત્યારે... હવે છઠી ગાથામાં સમ્યકત્વના પાંચ અતિચારો કહે – શ્રાવકના