________________
જ્યોતિર્મુખ
૪૭
૧૪૬.
હાથીને કાબૂમાં રાખવા માટે અંકુશ હોય છે તેમ ઈન્દ્રિયોને કાબૂમાં રાખવા પરિગ્રહ ત્યાગ જરૂરી છે. નગરના રક્ષણ માટે ખાઈ લેય છે તેમ ઈન્દ્રિયોના સંયમ માટે પરિગ્રહત્યાગ આવશ્યક છે.
૧૪૭.
૧૨. અહિંસાસુત્ર જ્ઞાનીપણાનો સાર એ જ છે કે કોઈ પણ પ્રાણીની હિસા ન કરવી, અહિસા એ જ સમતા છે, એ વાત બરાબર સમજી લો.
૧૪૮.
સર્વ જીવો જીવવા ઈચ્છે છે, મરવા નહિ. માટે ભયંકર એવી પ્રાણી હિંસાથી નિર્ગુન્હો દૂર રહે છે.
૧૪૯.
જગતમાં જેટલા ત્રસ અને સ્થાવર જીવો છે તેને જાણતાં કે અજાણતાં પોતે મારવા નહિ અને બીજાની પાસે મરાવવા નહિ. (વસ હાલી ચાલી શકે એવા. સ્થાવર=હાલી ચાલી ન શકે તેવા.) જેમ તને દુઃખ ગમતું નથી તેમ બીજા સર્વ જીવોને પણ ગમતું નથી. સૌને પોતાના સમાન ગણીને ખુબ આદર અને સાવધાનીથી, સર્વ જીવો પર દયા રાખો.
૧પ૦.
૧પ૧.
કોઈ જીવને મારવો એ પોતાને મારવા બરાબર છે; કોઈના પર દયા કરવી એ પોતાની ઉપર દયા કરવા બરાબર છે. તેથી આત્મહિતૈષી જનો સર્વજીવોની હિંસાથી દૂર રહે છે. જેને તું મારવા યોગ્ય માને છે તે તું જ છે, જેને તું તાબામાં રાખવા યોગ્ય ગણે છે તે તું જ છે.
૧૫.૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org