________________
૭૩૭.
૪૨. નિક્ષેપસૂત્ર કોઈ પણ વસ્તુને, કાર્ય પ્રસંગે, યુક્તિ – વ્યવહાર સંગત રીતે, નામ - સ્થાપના - દ્રવ્ય - ભાવ એવા રૂપમાં રજૂ કરવી તેને શાસ્ત્રોમાં નિક્ષેપ કહ્યો છે.
૭૩૮.
દ્રવ્યનો સ્વભાવ વૈવિધ્યપૂર્ણ છે. જે સમયે તેના જે સ્વભાવને મુખ્ય બનાવી વિચાર કે કાર્ય કરવાનાં હોય ત્યારે તેને નામ-સ્થાપના આદિ ચારમાંથી કોઈ પણ ઉપયુક્ત સ્વરૂપે પ્રસ્તુત કરાય છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચાર નિક્ષેપ છે. નામ એટલે દ્રવ્યને ઓળખાવનારી સંજ્ઞા.
૭૩૯.
૭૪ ૦.
૭૪૧-૭૪ ૨.
સ્થાપના બે પ્રકારની છે : સાકાર અને નિરાકાર. પ્રતિમા કે ચિત્રરૂપે કોઈ વસ્તુ દર્શાવવી. તે સાકાર સ્થાપના. ગમે તે વસ્તુમાં (તેની આકૃતિ મળતી આવતી ન હોય તો પણ) કોઈ વસ્તુની કલ્પના કરવી તે નિરાકાર સ્થાપના. અહિતની પ્રતિમા તે સાકાર સ્થાપનાઅત છે, અન્ય કોઈ પદાર્થમાં અહિતની કલ્પના કરવી તે નિરાકાર સ્થાપના અહત્ છે. વસ્તુના પૂર્વકાલીન કે ઉત્તરકાલીન સ્વરૂપને પ્રાધાન્ય આપીને રજુઆત થાય તે દ્રવ્યનિક્ષેપ છે. દ્રવ્યનિક્ષેપના બે ભેદ છે: આગમ અને નોઆગમ.. (વસ્તુનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિને પણ તે વસ્તુરૂપ કહેવાય છે. જ્યારે તેનું એ જ્ઞાન તરફ લક્ષ્ય ન હોય ત્યારે તે “આગમ-દ્રવ્ય નિક્ષેપમાંથી વસ્તુરૂપ છે. દા.ત. અતના ઉપદેશને જાણનારી વ્યક્તિ પણ અરિહંત છે કિંતુ અત્યારે તેનું ધ્યાન તેમાં નથી તો તે “આગમ-દ્રવ્ય નિક્ષેપ” દ્રવ્ય અહત છે. ન્યાયાધીશ જ્યારે કાયદાનો વિચાર નથી કરી રહ્યો ત્યારે તે આગમથી દ્રવ્ય ન્યાયમૂર્તિ છે. નોઆગમથી દ્રવ્યનિક્ષેપના ત્રણ પ્રકાર છેઃ જ્ઞાનીનું શાસર, વસ્તુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org