________________
આમ જોવા જઈએ તો શ્રાવક-ધર્મ એ શ્રમણધર્મનો આધાર અથવા પૂરક ધર્મ છે જૈન ધર્મનો તમામ આચાર આત્મલક્ષી છે. એમાં શ્રાવક તથા શ્રમણ માટે વ્યવસ્થિત, એક પછી એક એમ આગળ ને આગળ વિકાસનાં પગથિયા ઉપર લઈ જતી સંહિતા પ્રાપ્ત છે. જૈન ધર્મમાં કેવળ નીતિ-ઉપદેશની દૃષ્ટિએ અથવા વહેવારની દૃષ્ટિએ આચાર-નિયમો ઘડવામાં આવ્યા નથી. શક્તિ સાપેક્ષતા અને વિકાસની પ્રક્રિયામા બાહ્ય ક્રિયાકાંડ અથવા રૂઢિગત લોકમૂઢતા, દેવમૂઢતા અથવા ગુરુમૂઢતાને એમા જરા જેટલું પણ સ્થાન નથી અણુવ્રતાદિનું પાલન શ્રાવકને સાધક બનવાની પ્રેરણા આપે છે તો બીજી બાજુ સમાજના સુસંચાલનમાં પણ અપૂર્વ ભૂમિકા અદા કરે છે
ગ્રન્થપરિચય
સમણસુત્ત ગ્રંથમાં જૈન-ધર્મ-દર્શનની સારભૂત વાતોનું સક્ષેપમાં ક્રમપૂર્વક સંકલન કર્યુ છે ગ્રંથમા ચાર ખડ અને ૪૪ પ્રકરણો છે ગાથાઓ કુલ્લે ૭૫૬ છે.
ગ્રંથની સંકલના પ્રાકૃત ગાથાઓમા કરી છે આ ગાથાઓ ગેય છે અને પારાયણ કરવા યોગ્ય છે. જૈનાચાર્યોએ પ્રાકૃત ગાથાઓને સૂત્ર કહ્યાં છે. પ્રાકૃત ‘સુત્ત' શબ્દનો અર્થ સૂત્ર, સૂક્ત તથા શ્રુત પણ થાય છે જૈન પરપરામા સૂત્ર શબ્દ રૂઢ છે. તેથી ગ્રંથનુ નામ સમણસુત્ત (શ્રમણ સૂત્રમ્) રાખ્યુ છે. ગાથાઓની પસંદગી પ્રાચીન મૂળ ગ્રંથોમાંથી કરી છે. આમ આ સમણસુતં આગમના જેવુ
સ્વત· પ્રમાણ છે.
પહેલો ખંડ જ્યોતિર્મુખ છે એમા વ્યક્તિ “ખાઓ પીઓ ને મોજ માણો”ની નિમ્ન ભૌતિક ભૂમિકા અથવા બાહ્ય જીવનથી ઉપર ઊઠીને આભ્યન્તર જીવનનું દર્શન કરે છે એ વિષયભોગોને અસાર, દુ:ખમય તથા જન્મ-જરા-મરણ રૂપ સંસારના કારણ સમજી એનાથી વિરક્ત થાય છે. રાગદ્વેષને જ પોતાના સૌથી મોટા શત્રુ સમજી બધી રીતે એના પરિહારનો ઉપાય કરે છે, ક્રોધ, માન, માયા અને લોભને ઠેકાણે એ ક્ષમા, નમ્રતા, સરળતા, સતોષ વગેરે ગુણોનો આશ્રય લે છે. કષાયોનો નિગ્રહ કરીને વિષયમાં ફસાયેલી ઈદ્રિયોને સંયમિત કરે છે બધાં પ્રાણીઓને આત્મવત્ દેખે છે અને એમનાં સુખ દુ ખને પોતાનાં જ હોય તેમ અનુભવ કરે છે. બીજાઓની જરૂરિયાતને સમજી, એની કદરને બૂજી પરિગ્રહનો યથાશક્તિ ત્યાગ કરે છે. પોતાની તથા બીજાની તરફ સદા જાગૃત રહે છે. અને યતનાચાર-પૂર્વક મોક્ષમાર્ગમા નિર્ભયતાથી વિચરણ કરે છે
XX
Jain Education International
-
For Private Personal Use Only
www.jainelibrary.org