________________
બીજો ખંડ મોક્ષમાર્ગ છે આમાં ડગ દેનાર વ્યક્તિની તમામ શંકાઓ, ભયવાળી સંવેદનાઓ, આકાંક્ષાઓ અને મૂઢતાઓ શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર્યની અથવા જ્ઞાન-કર્મ-ભક્તિની ત્રિવેણીમાં ધોવાઈ જાય છે ઈષ્ટ-અનિષ્ટના તમામ દુક્કો સમાપ્ત થઈ જાય છે અને સમતા તથા વાત્સલ્યનું ઝરણું ફૂટી નીકળે છે. એનું ચિત્ત સંસારના ભોગો તરફથી વિરત થઈ પ્રશાત બને છે. ઘરમાં રહેતા હોય, તો પણ જળમાં કમળની જેમ રહે છે વેપાર, ધધો બધું જ કરતા હોવા છતા એ કશું જ કરતો નથી. શ્રાવક શ્રમણ ધર્મનો ક્રમશ. આધાર લઈને એનું ચિત્ત સહજ રીતે જ્ઞાન-વૈરાગ્ય અને ધ્યાનની વિવિધ શ્રેણીઓને પાર કરીને ધીરે ધીરે ઉપર તરફ ગતિ કરવા માગે છે. અંતે એની તમામ વાસનાઓ નિર્મુળ થઈ જાય છે , જ્ઞાનસૂર્ય પૂરી પ્રખરતાથી પ્રકાશવા માંડે છે અને આનદ-સાગર ઊછળવા માંડે છે. દેહ છે ત્યા સુધી એ અહંન્ત અથવા જીવન્મુક્ત દશામાં દિવ્ય ઉપદેશ મારફતે જગતમાં કલ્યાણ માર્ગનો પ્રચાર કરતો વિચરણ કરે છે. અને છેવટે દેહ-સ્થિતિ અથવા આયુષ્ય પૂરું થાય છે ત્યારે સિદ્ધ અથવા વિદેહ દશ પામીને સદાને માટે આનંદસાગરમાં લીન થઈ જાય છે.
ત્રીજો ખડ ‘તત્ત્વ-દર્શન'નો છે એમાં જીવ-અજીવ વગેરે સાત તત્ત્વોનું તથા પાપ-પુણ્ય વગેરે નવ પદાર્થોનું વિવેચન છે. ઉપરાંત જીવાત્મા, પુગલપરમાણુ વગેરે છ દ્રવ્યોનો પરિચય આપીને એના સંયોગ તથા વિભાગ દ્વારા વિશ્વસૃષ્ટિની અકૃત્રિમતા અને અનાદિ અનન્તતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
ચોથો ખડ “સ્યાદ્વાદ'નો છે. ઉપર અનેકાન્તનો સંક્ષિપ્ત પરિચય અપાયો છે. જૈન દર્શનનો પ્રધાન ન્યાય આ જ છે આ ખંડમાં પ્રમાણ, નય, નિક્ષેપ, અને સપ્તભંગી જેવા ગૂઢ અને ગંભીર વિષયોનો હૃદયગ્રાહી સરળ સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. છેલ્લે વીરસ્તવનથી ગ્રંથ સમાપ્ત થાય છે
આ ચાર ખંડોમાં ૭૫૬ ગાથાઓમાં થઈને જૈનધર્મ, તત્ત્વદર્શન તથા આચાર માર્ગનો સર્વાગીણ સંક્ષિપ્ત પરિચય આવી જાય છે એમ કહી શકાય. આમ તો જૈન-સાહિત્ય વિપુલ છે અને એની એક એક શાખા પર અનેક ગ્રંથ પ્રાપ્ત છે. સૂક્ષ્મ રીતે અધ્યયન કરવુ હોય તો એ બધા ગ્રંથોનો આધાર લેવો જરૂરી છે. પરતુ સાંપ્રદાયિક આગ્રહોથી પર મૂળરૂપમાં જૈનધર્મ સિદ્ધાંતનો, આચાર-પ્રણાલીનો અને જીવનના ક્રમિક-વિકાસની પ્રક્રિયાનો સામાન્ય માણસને પરિચય કરાવવા માટે આ એક સર્વસંમત પ્રતિનિધિક ગ્રંથ છે. જૈન જયતિ શાસનમ્.
(પ્રથમ આવૃત્તિમાંથી ઉદ્ભૂત) XXI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org