________________
રહ્યો છે. એનું અસ્તિત્વ, ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશથી યુક્ત છે. પદાર્થ જડ હો યા ચેતન, પોતાના સ્વભાવમાથી હટતો નથી સત્તાના રૂપમાં એ સદૈવ સ્થિત હોય છે. પર્યાય કરતા એ નિરંતર પરિવર્તનશીલ છે. આ જ ત્રિપદી પર સંપૂર્ણ જૈન દર્શન ઊભું છે. અને આ જ ત્રિપદીના આધાર પર સંપૂર્ણ લોક-વ્યવસ્થાનું પ્રતિપાદન એ જૈન-દર્શનની વિશેષતા છે. પદ્રવ્યોની સ્થિતિથી સાફ થઈ જાય છે કે આ લોક અનાદિ અનન્ત છે, એનો કર્તા ધર્તા કે નિર્માતા કોઈ વ્યક્તિ-વિશેષ અથવા શક્તિ વિશેષ નથી. દેશ-કાળથી પર, વસ્તુ-સ્વભાવના આધાર પર આત્માની સત્તા સ્વીકારવામાં આવે તો સમાજમાં વિષમતા, વર્ગભેદ, વર્ણભેદ વગેરેનું સ્થાન રહેતું નથી. આવી હાલતમાં વ્યવહાર-જગતમાં મહાવીર જેવા વીતરાગ તત્ત્વદર્શી એમ જ કહે કે સમભાવ એ જ અહિસા છે અને મનમાં મમત્વ ન હોવું એ જ અપરિગ્રહ છે, સત્ય શાસ્ત્રમાં નથી વસતું, એ તો અનુભવમાં વસે છે, બ્રહ્મની ચર્ચા એ જ બ્રહ્મચર્ય, કર્મથી માણસ બ્રાહ્મણ બને છે અને કર્મથી જ ક્ષત્રિય, કર્મથી જ વૈશ્ય અને કર્મથી જ શૂદ્ર ચારિત્ર્યહીન વ્યક્તિને સંપ્રદાય, વેશ, ધન, બળ, સત્તા અને ઐશ્વર્ય, જ્ઞાન અને પોથી બચાવી શકતાં નથી. દેવીદેવતાઓ કે પ્રકૃતિની વિભિન્ન શક્તિઓને રીઝવવા માટે કરાતાં જાતજાતનાં કર્મકાંડ યા અનુષ્ઠાનો પણ બચાવી શકતાં નથી આત્મ-પ્રતીતિ, આત્મ-જ્ઞાન અને આત્મલીનતા-નિજાનંદ રસલીનતા જ મનુષ્યને મુક્તિ અપાવી શકે. આ જ સાચુ સમ્યકત્વ છે મહાવીર સાચા અર્થમાં નિર્ગસ્થ હતા, ગ્રન્થિયો છેદીને એ દેહમા પણ વિદેહ હતા. એમની જ નિરક્ષરી, સર્વબોધગમ્ય, અમૃત વરસાવનારી વાણીનું ગૂજન વાતાવરણમાં છે શ્રાવકાચાર
સાધના સૌ સોની શક્તિ અનુસાર જ થઈ શકે. આને કારણે જૈન-આચાર માર્ગના શ્રાવકાચાર અને શ્રમણાચાર એમ બે ભાગ પાડવામાં આવ્યા છે. શ્રમણોના આચાર કરતાં શ્રાવકોનો આચાર સહેલો હોય છે. આનું કારણ એ છે કે એ લોકો ગૃહ-ત્યાગી નથી હોતા અને સંસારમાં રત રહે છે. આમ છતા શ્રાવક પોતાના આચાર પરત્વે બરાબર સાવધાન રહે છે એનું લક્ષ્ય શ્રમણાચારની દિશામાં આગળ વધવાનું હોય છે શ્રાવકની આત્મ-શક્તિ વધે, રાગ-દ્વેષાદિ વિકારો અને ક્રોધાદિ કષાયો પર કાબૂ આવવા લાગે ત્યારે એ એક પછી એક શ્રેણી વધતો વધતો શ્રમણ-પંથ પર ડગ દેવા માંડે છે. બાર વ્રતોનું બરાબર પાલન કરતા કરતા ૧૧ શ્રેણીઓ પાર કરીને શ્રાવક શ્રમણની શ્રેણીમાં પહોચી જાય છે.
XLX
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org