________________
ચૈતન્ય છે. એ અનંત જ્ઞાન, અનત દર્શન, અનત સુખ અને અનત શક્તિનો ભડાર છે એનામાં આ શ્રદ્ધા જાગતાંની સાથે જ એને સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થાય છે અને એ સમ્યક્ આચાર દ્વારા પોતાના યથાર્થ સ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે છે. આમ જૈન ધર્મનો આચારમાર્ગ સમ્યજ્ઞાન પૂર્વક વીતરાગતા સુધી પહોચવાનો રાજમાર્ગ છે અનેકાન્ત
આ વિશાળ લોકમાં દેહધારી વ્યક્તિનુ વધુમાં વધુ જ્ઞાન પણ સીમિત, અપૂર્ણ અને એકાગી હોય છે વસ્તુના અનન્ત ગુણોનો સમગ્ર અનુભવ વ્યક્તિ એક સાથે કરી શકતી નથી, એને વ્યક્ત કરવાની વાત તો આવી જ રહી ભાષાની અશક્તિ અને શબ્દોના અર્થની મર્યાદા જ્યાં ત્યા ઝઘડા અને વિવાદ ઊભા કરે છે માણસનો અહમ્ એમાં ઉમેરો કરે છે, જ્યારે અનેકાન્ત સમન્વયનો અને વિરોધ-પરિહારનો માર્ગ દેખાડે છે. સૌની વાતમાં સત્યનો અંશ હોય છે, અને એ સત્યનો અશ સમજીએ તો વિવાદ સહેલાઈથી ટળી શકે છે. જેને પોતાની વાતની હઠ અથવા પોતાના જ સાચાપણાનો આગ્રહ નથી હોતો એવી જ વ્યક્તિ અનેકાન્ત મારફતે ગાંઠોને સારી રીતે ઉકેલી શકે છે. આમ તો દરેક મનુષ્ય અનેકાન્તમાં જીવે છે, પણ એને ખબર નથી કે એ જ્યોતિ ત્યા છે, અને એનાથી જ એ પ્રકાશિત છે. આખો પર આગ્રહનો પાટો બાધેલો હોય ત્યાં સુધી વસ્તુસ્વરૂપનું સાચું દર્શન થઈ શકતું નથી અનેકાન્ત વસ્તુ અથવા પદાર્થથી સ્વતંત્ર સત્તાનો ઉદ્ઘોષ કરે છે વિચાર-જગતમાં અહિસાનું મૂર્તરૂપ અનેકાન્ત છે. જે અહિંસક હશે એ અનેકાન્તી હશે અને જે અનેકાન્તી હશે તે અહિંસક હશે.
આજે જૈન ધર્મનું જ સ્વરૂપ આપણી સામે છે તે મહાવીર ભગવાનની દેશનાથી અનુપ્રાણિત થયેલું છે. આજે એમનું ધર્મ-શાસન પ્રવર્તી રહ્યું છે મહાવીર ધર્મ અને દર્શનના સમન્વયકાર હતા જ્ઞાન, દર્શન અને આચરણનો સમન્વય જ મનુષ્યને દુ:ખ-મુક્તિ ભણી લઈ જાય છે જ્ઞાનહીન કર્મ અને કર્મહીન જ્ઞાન બન્ને વ્યર્થ છે જ્ઞાત સત્યનું આચરણ અને આચરિત સત્યનું જ્ઞાન બન્ને ભેગા મળીને જ સાર્થક થઈ શકે છે. વસ્તુસ્વભાવ ધર્મ
વત્થસહાવો ધમ્મો' વસ્તુનો સ્વભાવ જ ધર્મ છે– આ વાત જૈન દર્શનની સૌથી મહત્ત્વપૂર્ણ દેણ છે સૃષ્ટિનો પ્રત્યેક પદાર્થ પોતાના સ્વભાવ પ્રમાણે વરતી
XVIII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org