________________
ચારિત્રરૂપી રત્નત્રયી સમન્વિત સાધનામાંથી પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણનો સમન્વિત પંથ જ માણસને મુક્તિ અથવા સિદ્ધિ સુધી પહોચાડે છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રથી જ મનુષ્ય પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. જૈનધર્મનો સૌ પહેલો અને મૂળભૂત ઉપદેશ એ છે કે શ્રદ્ધાપૂર્વક વિવેકની આખો વડે સંસારને જોઈને એનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરો અને એને જીવનમાં ઉતારો. વીતરાગતાની સામે મોટામાં મોટું ઐશ્વર્ય પણ વ્યર્થ છે પ્રવૃત્તિ હો યા નિવૃત્તિ, ગાઉથ્ય હો યા શ્રામણ્ય, બને સ્થિતિમાં અંતરમાં વીતરાગતા વધતી જાય એને જ શ્રેયસ્કર ગયું છે. પરંતુ અનેકાન્ત દષ્ટિ મળ્યા વગર વીતરાગતાની પ્રાપ્તિનો રસ્તો હાથ નથી લાગતો. આ અનેકાન દષ્ટિ જ પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિનું દર્શન કરાવી યથાર્થ અને નિવૃત્તિનું માર્ગદર્શન કરી શકે છે. અહિંસા
જૈન આચારનું મૂળ અહિસા છે. આ અહિસાનું પાલન અનેકાન્ત દષ્ટિ વગર સંભવ નથી કારણ, જૈન દષ્ટિએ માણસ હિંસા ન કરતો હોય છતાં હિસક હોઈ શકે છે, અને હિંસા કરતો હોય છતાં હિસક ન પણ હોઈ શકે આમ જૈનધર્મમાં હિસા-અહિસા કર્તાના ભાવ ઉપર આધાર રાખે છે, ક્રિયા ઉપર નહી. બહારથી થનારી હિસાને જ જો હિસા ગણી લઈએ તો કોઈ અહિંસક હોઈ જ ન શકે. કારણ કે જગતમાં સર્વત્ર જીવ વ્યાપી રહેલા છે અને નિરતર એમનો ઘાત થઈ રહ્યો છે માટે જે સાવધાન રહીને પ્રવૃત્તિ કરે છે એના ભાવોમાં અહિસા છે અને જે વ્યક્તિ પોતાની પ્રવૃત્તિમાં સાવધાન નથી હોતી તેના ભાવમા હિસા છે, આમ એ હિસા ન કરતી હોય તો પણ હિસક છે આ બધુ પૃથક્કરણ અનેકાન્ત દષ્ટિ વગર સંભવ નથી તેથી જેને અનેકાન્ત દષ્ટિ પ્રાપ્ત થઈ છે તે જ મનુષ્ય સમ્યગ્દષ્ટિવાળો મનાયો છે અને સમ્યગ્દષ્ટિવાળો જ સમ્યજ્ઞાની તથા સમ્યક્ ચારિત્રશીલ હોઈ શકે. જેની દૃષ્ટિ સમ્યક્ નથી એનું જ્ઞાન પણ સાચું નથી અને આચાર પણ યથાર્થ નથી આને જ લીધે જૈન માર્ગમાં સમ્યક્ત્વ અથવા સમ્યગ્દર્શનનું મહત્વ વિશેષ માન્યું છે મોક્ષમાર્ગનો પણ એ જ પાયો છે
સસાર એક બંધન છે જીવ અનાદિકાળથી એમાં પડ્યો છે. એ પોતાના યથાર્થ સ્વરૂપને ભૂલીને આ બધનને જ પોતાનું સ્વરૂપ સમજી એમાં રમમાણ રહે છે આ જે ભ્રમ છે તે જ એના બંધનનુ કારણ છે. આ ભૂલ જ્યારે એની નજરે ચડે છે ત્યારે જ એની દષ્ટિ પોતાના સ્વરૂપ ભણી જાય છે ત્યારે એને સમજાય છે કે હુ તો ચૈતન્યશક્તિ સંપન્ન છુ, ભૌતિક શક્તિથી પણ વિશિષ્ટ શક્તિ એ મારુ
XVII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org