________________
ઉપરના પ્રભાવ અને આદાન-પ્રદાનના અનેક દશ્યો જોવા મળે છે. એક જ કુટુબમાં જુદા જુદા વિચારવાળા લોકો પોત-પોતાની રીતે ધર્મસાધના કરતા હતા
આજે જે જૈન ધર્મને નામે ઓળખાય છે એનું પ્રાચીનકાળમાં કોઈ વિશેષ નામ નહી હોય. એ ખરુ કે જૈન શબ્દ “જિન” પરથી બન્યો છે, આમ છતા જૈન શબ્દ પ્રમાણમાં અર્વાચીન છે. ભગવાન મહાવીરના સમયમાં એને માટે “નિર્ચન્થ' અથવા ‘નિર્ચન્જ પ્રવચન' શબ્દ ચાલતો. એને ક્યાંક ક્યાંક આર્યધર્મ પણ કહ્યો છે. પાર્શ્વનાથના સમયમાં એને “શ્રમણધર્મ' પણ કહેતા. પાર્શ્વનાથ પહેલાં જે બાવીસમા તીર્થકર અરિષ્ટનેમિ થઈ ગયા તેના સમયમાં આને “અહત ધર્મ” કહેતા હતા. અરિષ્ટનેમિ એ શલાકા-પુરુષ શ્રી કૃષ્ણના કાકાના દીકરા હતા. શ્રી કૃષ્ણ ગાયની સેવા અને ગોરસ-(દૂધ આદિ)નો જે પ્રચાર કર્યો તે ખરી રીતે જોઈએ તો અહિંસક સમાજરચના માટે થયેલો એક મગળ પ્રયાસ હતો બિહારમાં જૈન ધર્મ “આહત ધર્મના નામે પ્રચલિત હતો રાજર્ષિ નમિ મિથિલાના હતા અને રાજા જનકના વંશજ હતા. એમની આધ્યાત્મિક વૃત્તિનું જૈન આગમમાં સુંદર ચિત્રણ આવે છે. ઈતિહાસમાં વખતોવખત નામો બદલાતાં રહ્યા હશે, પણ આ ધર્મ-પરંપરા અને સંસ્કૃતિનું મૂળ, સિદ્ધાતબીજ તો આજે છે તેનું તે જ હતું— આત્મવાદ અને અનેકાન્તવાદ. આ જ આત્મવાદની ભૂમિ પર જૈન - પરંપરાનું કલ્પવૃક્ષ વધતું ગયું છે. જૈનધર્મી સાધુ આજે પણ શ્રમણ કહેવાય છે. શ્રમણ શબ્દ શ્રમ, સમતા અને વિકાર-શમનનો સૂચક છે. એમાં પ્રભૂત અર્થ સમાયેલો
જૈનધર્મનો અર્થ છે જિને ઉપદેશેલો અથવા જિને પ્રસારેલો કલ્યાણ માર્ગ “જિન” એને કહે છે જેમણે પોતાના દેહગત તથા આત્મગત એટલે અંદરબહારના વિકારો પર વિજય પ્રાપ્ત કરી લીધો હોય આત્માના સૌથી પ્રબળ શત્રુ છે રાગ-દ્વેષ મોહાદિ વિકારો એટલે જિન' શબ્દનો એક વિશેષ અર્થ છે, એ કોઈ અમુક જાતિનું નામ નથી. આત્મોપલબ્ધિ-આત્માની પ્રાપ્તિ માટે જે “જિન”ના માર્ગે ચાલે છે તે જૈન છે. વીતરાગ-વિજ્ઞાનતા
જૈન ધર્મનું પૂર્ણ લક્ષ્ય છે વીતરાગ-વિજ્ઞાનતાની પ્રાપ્તિ આ જે વીતરાગવિજ્ઞાન છે તે મગળમય છે, મંગળ કરનારું છે અને એના જ પ્રકાશમાં ચાલી માણસ “અરહન્ત' પદને પામે છે આ વીતરાગતા સમ્યગ્દર્શન, જ્ઞાન અને
XVI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org