________________
સજીવ, સક્રિય અને સાંસ્કૃતિક સમૃદ્ધિમાં પ્રબળ પ્રેરક તેમ જ સહાયક નીવડી હોય તો એનો અર્થ એમ કરી શકાય કે એ ધર્મમાં ટકાઉ, સાર્વકાલિક અને સાર્વભૌમિક તત્ત્વો રહેલા છે જૈન ધર્મ આચાર અને વિચાર બન્ને દષ્ટિએ બહુ પરાણો ધર્મ છે. ઈતિહાસકારોએ હવે એ વાત માની લીધી છે કે તીર્થકર મહાવીર જૈન ધર્મના મૂળ સસ્થાપક નહોતા એમના પહેલા બીજા પણ તીર્થકરો થઈ ગયા હતા, એમણે જૈન ધર્મની પુનર્સ્થાપના કરી હતી, અને એની પ્રાણધારાને આગળ વધારી હતા. એ ખરું કે જૈનધર્મના મૂળ ઉગમ સુધી હજુ ઈતિહાસ પહોચ્યો નથી આમ છતા વિશ્લેષણથી નિર્વિવાદ રીતે સિદ્ધ થયું છે કે જૈન ધર્મ એક અતિ પ્રાચીન ધર્મ છે. વાતરશના મુનિઓ, કેશિઓ તથા વાત્ય-ક્ષત્રિયો વિષે સ્વેદ, શ્રીમદ્ ભાગવત આદિ મહત્ત્વપૂર્ણ ગ્રંથોમાં સંખ્યાબંધ ઉલ્લેખો મળી આવે છે
જૈન-ઈતિહાસમાં ત્રેસઠ ‘શલાકા-પુરુષોનું વર્ણન આવે છે અવસર્પિણી અને ઉત્સર્પિણી નામના પ્રત્યેક સુદીર્ઘ કાલખંડમા આ શલાકાપુરુષો જન્મે છે અને માનવ-સંસ્કૃતિના વિકાસમાં તથા ધર્મ-નીતિ આગળ વધારવામાં પ્રેરણા આપે છે આ શલાકા-પુરુષોમાં ૨૪ તીર્થકરોનું સ્થાન સર્વોપરિ છે. વર્તમાન અવસર્પિણી કલ્પમા એના ચતુર્થ કાલખંડમા જે ૨૪ તીર્થકર થઈ ગયા તેમાં સૌથી પહેલા ઋષભદેવ હતા. એ રાજા નાભિ તથા માતા મરુદેવીના પુત્ર હતા એમને આદિનાથ, આદિબ્રહ્મા, આદીશ્વર વગેરે નામથી ઓળખવામાં આવે છે સૌથી છેલ્લા તીર્થકર મહાવીર ભગવાન અઢી હજાર વર્ષ પર થઈ ગયા તથાગત બુદ્ધ ભગવાન તથા મહાવીર સમકાલીન હતા ભગવાન મહાવીરના ૨૫૦ વર્ષ પૂર્વે ૨૩ મા તીર્થકર પાર્શ્વનાથ થઈ ગયા એ વારાણસીના રાજા અશ્વસેનના કુવર હતા. બૌદ્ધ આગમોમાં મહાવીરનો ઉલ્લેખ નિર્ગઠનાતપુરના નામે મળે છે, જ્યારે પાર્થપરંપરાનો ઉલ્લેખ ચાતુર્યામ ધર્મ તરીકે મળે છે મહાવીર ભગવાન પણ પાર્શ્વ પરપરાના પ્રતિનિધિ હતા આમ જોવા જઈએ તો કાળના અનત અતૂટ પ્રવાહમાં ન તો ઋષભદેવ પ્રથમ હતા કે ન મહાવીર છેલ્લા હતા. આ તો અનાદિ અનંત પરંપરા છે કોણ જાણે કેટલીયે ચોવીસીઓ આગળ ઉપર થઈ ગઈ અને હવે ભવિષ્યમાં થશે |
સાસ્કૃતિક વિકાસની દષ્ટિએ જોતા દેખાઈ આવે છે કે પારમાર્થિક અને આધ્યાત્મિક ભૂમિકામાં વૈદિક અને શ્રમણ સંસ્કૃતિમાં ઝાઝો ભેદ નથી આમ છતા વહેવારના ક્ષેત્રમાં તથા બન્નેના તત્ત્વજ્ઞાનમા આચારમા અને દર્શનમાં ચોખ્ખો ભેદ છે બન્ને સંસ્કૃતિઓ એકબીજાથી ખાસી પ્રભાવિત થઈ છે, બન્નેમાં આદાન-પ્રદાન પણ ખાસુ થયું છે, અને સામાજિક પરિસ્થિતિ તો બન્નેની લગભગ એક સરખી જ રહી છે. ભારતના સમૃદ્ધ પ્રાચીન સાહિત્યમાં આ બન્ને સંસ્કૃતિના પરસ્પર
XV
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org