________________
મોક્ષ માર્ગ
૧૩૩
૪ ૨ ૦.
સૂત્રોચ્ચારરૂપ શબ્દમય પ્રતિક્રમણ, શબ્દમય પચ્ચખાણ, શબ્દમય નિયમ, શબ્દમય આલોચના – આ બધું કેવળ સ્વાધ્યાય છે એમ જાણો.
૪ ૨૧.
જો શક્તિ હોય તો ધ્યાનમય પ્રતિક્રમણાદિ જ કરવાં. જો એવી શક્તિ ન હોય તો. ‘શુદ્ધ માર્ગ એ જ છે એવી શ્રદ્ધાનું અવલંબન લેવું.
૪ ૨ ૨.
સામાચિક, ચોવીશ જિનેશ્વરની સ્તુતિ, ગુરુવંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચખાણ–આ છે આવશ્યક છે.
૪૨ ૩.
ઘાસ હોય કે સોનું, શત્રુ હોય કે મિત્ર – દરેક પ્રત્યે સમાન ભાવ અનુભવવો એ સામાયિક છે. ચિત્ત વિક્ષોભરહિત હોય અથવા ઉચિત પ્રવૃત્તિ (સ્વાધ્યાય આદિ)માં લાગેલું હોય એ સામાયિકની અવસ્થા છે. વીતરાગભાવનો આશરો લઈ વચનોચ્ચાર વગેરે ક્રિયાઓ છોડી જે આત્માનું ધ્યાન કરે છે તેને પરમ સામાયિકની સ્થિતિ પ્રાપ્ત થાય છે.
૪ ૨૪.
૪ ૨૫.
સર્વ પાપકર્યોથી વિરમી, મન-વચન-કાયાને શાંત કરી ઈન્દ્રિયોને વશમાં રાખી, જે વ્યક્તિ સમતાનો અભ્યાસ કરે છે તેનું સામાયિક સ્થિર થાય છે એમ કેવળી. ભગવાને કહ્યું છે.
૪ ૨ ૬.
ત્રસ અને સ્થાવર બધા જીવો પર જે સમભાવ રાખે છે તેનું સામાયિક સ્થિર થયેલું છે એમ કેવળ ભગવાને કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org