________________
સમાધાન
મારા જીવનમાં મને અનેક સમાધાન પ્રાપ્ત થયાં છે. એ બધામાં સૌથી છેવટનુ, જે કદાચ સર્વોત્તમ છે, તે આ વર્ષે પ્રાપ્ત થયુ. મે જૈનોને કેટલીય વાર વિનતિ કરી હતી કે જેમ વૈદિક ધર્મનો સાર ગીતાના સાતસો શ્લોકોમાં મળે છે, બૌદ્ધોનો ધમપદમા મળે છે તેવી જ રીતે જૈન ધર્મનો પણ પ્રાપ્ત થવો જોઈએ. પણ જૈનો માટે આ અઘરું હતું. કારણ કે એમના અનેક પંથ અને અનેક ગ્રંથ છે. બાઈબલ લો કે કુરાન લો, ગમે તેટલો મોટો ગ્રંથ હોય, પણ એક જ છે. પણ જૈનોમાં શ્વેતાંબર અને દિગમ્બર એમ બે ઉપરાંત તેરાપંથી, સ્થાનકવાસી એમ ચાર મુખ્ય પથ અને બીજા પણ પંથો છે. અને ગ્રંથો તો વીસપચીસ જેટલા છે. મે એમને વારંવાર કહ્યું કે તમે લોકો, મુનિઓ ભેગા બેસી ચર્ચા કરો અને જૈનોનો એક ઉત્તમ સર્વમાન્ય ધર્મસાર રજૂ કરો. છેવટે વર્ણાજી નામના “પાગલ”ના મનમા એ વાત વસી ગઈ. એ અધ્યયનશીલ છે અને ખૂબ મહેનત કરીને જૈન પરિભાષાનો એક કોશ પણ એમણે તૈયાર કર્યો છે. એમણે જૈન ધર્મ સાર નામનું એક પુસ્તક તૈયાર કર્યું એની એક હજાર નકલ છાપીને જૈન સમાજના વિદ્વાનોને પણ મોકલી. એ બધા વિદ્વાનોએ જે સૂચનો કર્યા તેના પરથી એ ગ્રંથમાં કેટલીક ગાથાઓ જોડી અને કેટલીક કાઢી નાખી. આમ “જિણધર્મો' પુસ્તકનું પ્રકાશન થયું. વળી પાછા મારા આગ્રહથી એ ગ્રંથ પર ચર્ચા કરવા માટે એક સગીતિ મળી. એમાં મુનિઓ, આચાર્યો, વિદ્વાનો અને શ્રાવકો મળી લગભગ ત્રણસો જેટલા લોકો ભેગા મળ્યા અનેકવાર ચર્ચાને અને એનું નામ અને એનું રૂપ પણ બદલ્યાં છેવટે સૌની સંમતિ સાથે “શ્રમણ સૂક્તમ્' જેને અર્ધમાગધીમાં સમણસુત્ત' કહે છે તે તૈયાર થયું. એમાં કુલ ૭૫૬ ગાથા છે. જૈનોને ૭નો આકડો પ્રિય છે ૭ને ૧૦૮ વડે ગુણીએ તો ૭૫૬ થાય છે સર્વસંમતિથી એટલી ગાથા લેવામાં આવી છે. ઠરાવવામાં આવ્યું કે આ વર્ષ ચૈત્ર સુદ તેરસ ને વર્ધમાન જયંતીને દિવસે - ૨૪મી એપ્રિલે આ ગ્રંથ અત્યત શુદ્ધ રીતે છાપીને પ્રકાશિત કરવો. જયતીને દિવસે જૈન ધર્મસાર જેનું નામ “સમણસુર” રાખવામાં આવ્યું છે તે આખાય ભારતને પ્રાપ્ત થશે હવે આગળ ઉપર જ્યા સુધી જૈન ધર્મ ટકશે અને બીજા વૈદિક તથા બૌદ્ધ વગેરે ધર્મો પણ હશે ત્યા સુધી “જૈન-ધર્મ-સાર”નું અધ્યયન થતું રહેશે છેલ્લાં હજાર દોઢ હજાર વર્ષમાં નહોતું થઈ શક્યું તેવું એક
XII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org