________________
વિનોબાજી જોગ મુનિઓનો પત્ર
અણુવ્રત વિહાર માર્ગ,
વીર-નિર્વાણ તિથિ ૨૪-૧-૨૫૦૧
'૭૪
ભદ્રપરિણામી, ધર્માનુરાગી શ્રી આચાર્ય વિનોબાજી,
આપના સમભાવપૂર્ણ ચિતન અને સામયિક સૂચનને ધ્યાનમાં લઈ ‘જૈન ધર્મ સાર' અને પછી એનુ નવું સ્વરૂપ ‘જિણધમ્મ'નું સંકલન કરવામાં આવ્યું. એમાં નેિન્દ્રકુમાર વર્ણીજી તથા અનેક વિદ્વાનોનો યોગ રહ્યો. સર્વ સેવા સંઘ તથા શ્રીરાધાકૃષ્ણ બજાજના અથાક પરિશ્રમ અને પ્રયત્નના ફળ સ્વરૂપ સમાયોજના થઈ સંગીતિમાં ભાગ લેનાર તમામ મુનિઓ અને વિદ્વાનોએ ચિતનનુ અનુમોદન કર્યુ અને સમગ્ર જૈન-સમાજ-સમત એવા ‘સમણસુત્તે' નામના ગ્રંથની નિષ્પત્તિ થઈ. ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણવર્ષના અવસરે એ એક મોટી ઉપલબ્ધિ થઈ એમ સૌએ સ્વીકાર્યુ. તા ૨૯-૩૦ નવેમ્બર ૧૯૭૪ના રોજ સંગીતિ થઈ તેમા એ ગ્રંથનુ પારાયણ કરવામાં આવ્યું. એમાં આચાર્યો, મુનિઓ અને વિદ્વાનોની સલાહ, સમીક્ષા અને સમાલોચનાત્મક દૃષ્ટિકોણ જાણવા મળ્યા છેવટે ગ્રંથના પરિશોધનનો ભાર મુનિઓ પર છોડવામા આવ્યો અને સાથે વર્ણીજીની મદદ પણ આપવામા આવી
મુનિઓ એક અઠવાડિયાના ગાળામાં કેટલીયે વાર ભેગા મળ્યા અને ચિતનપૂર્વક ગ્રંથનું પરિશોધન કર્યુ. આનાથી અમને પૂરો સંતોષ થયો છે. હવે અમે ઈચ્છીએ છીએ કે આ ગ્રંથનુ આપ ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરો અને ‘ધમ્મપદ’નો ક્રમ ગોઠવ્યો છે તે પ્રમાણે આની પણ યોજના કરો એ ઉપરાંત કોઈ સૂચન હોય તો તે પણ કરશો. અમને સૌને તેથી મોટી પ્રસન્નતા થશે
સંગીતિની વિભિન્ન બેઠકોના અધ્યક્ષગણ
- મુનિશ્રી વિધાનન્દજી
- મુનિશ્રી જનકવિજયજી
Jain Education International
XI
For Private
૨૧૦, દીનદયાલ ઉપાધ્યાય
નવીદિલ્હી, દિનાક ૭-૧૨
Personal Use Only
- મુનિશ્રી સુશીલકુમારજી – મુનિશ્રી નથમલજી જીનેન્દ્રવર્ણીજી
ગ્રન્થ સંકલનકર્તા
-
(પ્રથમ આવૃત્તિમાથી ઉધૃત)
www.jainelibrary.org