________________
બહુ મોટુ કાર્ય સંપન્ન થયુ એમાં બાબા નિમિત્ત માત્ર બન્યા, પણ મને પાકી ખાતરી છે કે એ ભગવાન મહાવીરની કૃપા છે.
હુ એ કબૂલ કરું છુ કે ગીતાની મારા ઊપર ઊંડી અસર છે. ગીતા પછીથી મહાવીર ભગવાનથી વધુ બીજી કોઈ પણ વાતની અસર મારા ચિત્ત પર નથી. એનું કારણ એ છે કે મહાવીર ભગવાને જે આજ્ઞા આપી છે તે બાબાને પૂરેપૂરી કબૂલ છે એ આજ્ઞા છે—“સત્યગ્રાહી” બનો આજે તો જે આવ્યો એ “સત્યાગ્રહી” બની નીકળે છે. બાપુએ બાબાને પણ સત્યાગ્રહી તરીકે આગળ કર્યો હતો, પણ બાબા જાણતો હતો કે એ સત્યાગ્રહી નથી, “'સત્યાગ્રાહી "છે. દરેક માનવ પાસે એનું સત્ય હોય છે અને તેથી માનવ-જન્મ સાર્થક થતો હોય છે, આમ તમામ ધર્મોમા, તમામ પથોમાં અને તમામ માનવોમા જે સત્યનો અશ છે તેને ગ્રહણ કરવો જોઈએ. ભગવાન મહાવીરનો આ ઉપદેશ છે ગીતા પછીથી બાબા પર એની જ અસર છે. “ગીતા પછીથી” એમ કહુ છું ખરો, પણ જોઉં છું તો મને એ બન્નેમાં કશોય ફરક દેખાતો નથી.
બ્રહ્મવિદ્યામંદિર, પવનાર, વર્ધા, ૨૫-૧૨-'૭૪
રે ર મ દ ર ( ૪ / ૬,૨ હસ્તાક્ષર શ્રી વિનોબાજી (પ્રથમ આવૃત્તિમાથી ઉદ્ભૂત)
XIII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org