________________
મોક્ષ માર્ગ
૨૭૦.
જે આત્મા રાગને આધીન થઈ પરપદાર્થમાં શુભ-અશુભ ભાવ કરે છે તે સ્વથી ભ્રષ્ટ થઈને પરમાં રમનારો કહેવાય
૨ ૭૧..
જે સર્વ પરિગ્રહથી નિવૃત્ત થઈ સ્વમાં અનન્યભાવે લીના બની, પોતે પોતાને શુદ્ધ ત્રિકાળી તસ્વરૂપે જાણે-જુએ છે તે સ્વમાં રમનારો છે.
૨ ૭ર.
નિશ્ચયનય થી જણેલા સત્યમાં નિષ્ઠા લાવ્યા વિના જે કંઈ વ્રત કે તપ કરવામાં આવે તેને ભગવાને બાળતા કે બાળવ્રત કહ્યાં છે.
૨૭૩.
મહિના-મહિનાના ઉપવાસ કરે અને દર્ભની અણી પર રહે એટલા આહારથી પારણું કરે એવો તપસ્વી પણ શુદ્ધ ધર્મના સોળમા ભાગની યે બરોબરી કરી શકતો નથી
રે ૭૪.
ચારિત્ર એ જ ધર્મ છે, સમતા એ જ ધર્મ છે. મોહના ક્ષોભથી મુક્ત એવી જ્ઞાનધા રા એ જ સમતા
૨ ૭પ.
સમતા, માધ્યસ્થ, શુદ્ધ ઉપયોગ, વીતરાગતા, ચારિત્ર, ધર્મ–આ બધા “સ્વ-ભાવ’ આરાધનારૂપ એક જ વસ્તુના વાચક શબ્દો છે.
૨૭૬.
સૂત્ર અને તેના અર્થને સુંદર પ્રકારે જાણનાર, તપસંયમયુક્ત, રોગવિહીન અને સુખ-દુઃખને સમાન ગણનાર શ્રમણને શુદ્ધોપયોગમાં વર્તનારો કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org