________________
મોક્ષ માર્ગ
૨૬૩.
૨૬૪.
૨૬૫.
૨૬.
૨૬૭.
૨૬૯
૫
ચારિત્ર એટલે અશુભ આચરણથી નિવૃત્ત થવું અને શુભ આચરણમાં પ્રવૃત્ત થયું. જિનેશ્વરોએ વ્રત, સમિતિ અને ગુપ્તિરૂપે વ્યવહારચારિત્રનો ઉપદેશ કર્યો છે.
Jain Education International
જે વ્યક્તિ શ્રુતજ્ઞાન સારી પેઠે ધરાવતો હોય પણ તપસંયમરૂપ યોગને ધારણ ન કરી શકતો હોય તો તે મોક્ષ પામી શકતો નથી.
ઉચિત આચરણ વિના જ્ઞાન ઈચ્છિત લક્ષ્યની પ્રાપ્તિનું સાધન બનતું નથી. રસ્તો જાણતો હોય પણ ચાલતો ન હોય એવો મનુષ્ય અથવા પવનનો સાથ જેને ન હોય એવું વહાણ ઈષ્ટ સ્થાને પહોંચતા નથી.
ગમે તેટલું અધ્યયન કર્યું હોય, પણ આચરણનો અભાવ હોય તો તે શા કામનું ? આંધળાની આગળ કરોડો દીપક પ્રગટાવીએ તો ચ તે નકામા છે.
(ભા) નિશ્ચયચારિત્ર
૨૬૮
જે ચારિત્રયુક્ત છે તે થોડું શીખ્યો હશે તો પણ વિદ્વાનને હરાવી દેશે. જે ચારિત્રવિહીન છે તે ગમે તેટલું ભણે તોય તેથી શું?
નિશ્ચયનયની દૈષ્ટિએ સ્વની પ્રાપ્તિ માટે, સ્વયં સ્વમાં લીન થવું એ સત્યારિત્ર છે. આવો ચારિત્રવાન યોગી નિર્વાણને પ્રાપ્ત કરે છે.
જે સ્થિતિએ પહોંચીને યોગી પુણ્ય અને પાપ બંનેનો પરિહાર કરે છે તેને ભગવાને નિશ્ચયચારિત્ર કહ્યું છે.
For Private Personal Use Only
www.jainelibrary.org