________________
બાબત સમજવી જોઈએ. જે કંઈ બનવાનું છે તે બને જ છે એમ જે કંઈ બનવાનું હતું તે જ બન્યું છે એમ સમજાય છે. વિધિને ગમ્યું તે ખરૂં. - ઉપરોક્ત વ્યવસ્થિત કમને ન તો ઈન્દ્ર ફેરવી શકે, ન તો જિનેન્દ્ર ફેરવી શકે. આ હકીક્ત કઈ પણ આઘાતજનક દુ:ખદ પ્રસંગનું સુખદ સમાધાન ગણાય. સમજુને જિનશાસનને કે ઉપકાર ! જીવ માત્રના બધા સંબંધો સંગી” હોય છે અને વીજળીના ઝબકારાની જેમ વિચગ” આવી પડે છે. રે સંસાર !
એમ પણ કહેવાય છે કે સારા સરળ ભેળા દિલના મનુષ્ય યુવાન વયમાં મરણ પામે છે. “શહાણું માનુષ લાભત નાહિ” એમ મરાઠીમાં કહેવાયેલું છે. જેને ઇશ્વર ચાહે છે તે યુવાનીમાં મરણ પામે છે. Those whom the gods love die young. કેટલીક વાર તો કુટુંબને એકનો એક પુત્ર મરણ-શરણ થાય છે.
કર્મની ગતિ ન્યારી છે : બધા જ કર્મવશ છે.
ભાઈ શ્રી ધનંજયને જન્મ સંવત ૨૦૦૮ના ભાદરવા સુદિ ૧૧ ના અમદાવાદના સમૃદ્ધ ઝવેરી કુટુંબમાં થો હતો. જૈન ધર્મના સંસ્કારો અને શુદ્ધ આધ્યાત્મિક વિચારો ધરાવતા તેમના પિતા શ્રી કાલિાલ મેહનલાલ ઝવેરી તેમજ માતા વિદ્યાબેનના સંસ્કાર સિંચનથી શ્રી ધનંજયનું જીવન દિન-પ્રતિદિન નવપલ્લવિત થતું ગયું.
શાંત સરળ બાલ્યવય અભ્યાસ તથા રમત ગમતમાં વીતાવી કોલેજનું વિદ્યાર્થી જીવન શરૂ થયું અને ગુજરાત યુનિવર્સિટીની બી.કેમ.ની ડીગ્રી લઈ વેપારી જીવન શરૂ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org