________________
આઠ કમેના સ્વભાવનું સ્પષ્ટી-કરણ (૧) જ્ઞાનાવરણીય કર્મને પડદા સાથે સરખાવવામાં આવે
છે. જે રીતે પડદો હોય તે ઓરડાની અંદર રહેલી વસ્તુનું જ્ઞાન થઈ શકતું નથી તેમ આ કર્મ. જ્ઞાનને રોકવાનું અથવા ઓછું વધતું કરવાનું નિમિત્ત બને છેઆ કેના ઉદવની ન્યુન-અધિકતાને કારણે, કેઈ અપ ગાની અને
કઈ વિશિષ્ટ જ્ઞાની બને છે. (૨) દર્શનાવરણીય કર્મને દ્વારપાળ સાથે સરખાવવામાં
આવે છે. જેવી રીતે દ્વારપાળ દર્શનાથીઓને રાજાના દર્શન કરવામાં રુકાવટ કરે છે તેવી રીતે આ કર્મ
દર્શનનું (સમકિતનું) આવરણ કરે છે. (૩) વેદનીય ર્મને મધ ચે પડેલી તલવારની ધાર
સાથે સરખાવવામાં આવે છે તલવારની ધાર પર લગાવેલા મધને ચાટવામાં મધુર સ્વાદ આવે પણ સાથે જીભ કપાવાનું અસહ્ય દુઃખ અનુભવાય છે તેવી રીતે વેદનીય કર્મ બે જાતના હોય છે. શાતા વેદનીય અને અશાતા વેદનીય આમ
વેદનીય કર્મ સુખ-દુખ બનેનું નિમિત્ત બને છે (૪) મેહનીય કમન મઘ (મદીરા, દારૂ) સાથે સરખાવવામાં
આવે છે જેમ દારૂ પીવાથી મનુષ્ય કેફથી બેહેશબેભાન બને છે અને સૂધ-બુધ ગુમાવી બેસે છે, તેમ મેહનીય કર્મના ઉદયથી વિવશ બનેલા જીવ પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org