________________
૩૫૮. લેકમાં સાધુઓ અને ગૃહસ્થના વિવિધ પ્રકારના
લિંગ પ્રચલિત છે જેને ધારણ કરીને અમુક લિંગ ( ચિહ્ન) મોક્ષનું કારણ છે એમ મૂઢ જન કહેતા
ફરે છે. ૩૫૯ જે લિંગ ખાલી મુઠ્ઠીની માફક નિઃસાર છે, બેટા
સિકકાની માફક અપ્રમાણિત છે, વૈડૂર્ય (રત્ન) જેવી ચમક્કાર કાચમણિ સમાન છે તેનું કોઈ મૂલ્ય
જાણકારની દૃષ્ટિમાં નથી. ૩૬૦. (વાસ્તવિક રીત) ભાવ જ પ્રથમ અથવા મુખ્ય
લિંગ છે. દ્રવ્યલિંગ પરમાર્થ નથી કારણ કે
ભાવને જ જિન-દેવ ગુણનું કારણ કહે છે. ૩૬૧ ભાવની વિશુદ્ધિ માટે જ બાદ ગ્રન્થ(પરિગ્રહ)
ત્યાગ કરવામાં આવે છે. જેના અંતરમાં ગ્રન્થ
(પરિગ્રહ)ની વાસના છે એને બાહ્ય ત્યાગ નિષ્ફળ છે ૩૬૨. અશુદ્ધ પરિણામે રહેતાં હોવા છતાં જે યતિ બાદ
પરિગ્રહને ત્યાગ કરે છે તેનું, આમ-ભાવના
વિનાનો બાહ્ય ત્યાગ શું ભલું કરી શકે? ૩૬૩ ૧. જે શરીર વગેરેના મમતાથી રહિત છે, ૨. માન
વગેરે કષાયથી પૂરેપૂરે મુક્ત છે, અને ૩. જે પોતાના આત્મામાં જ લીન છે એ સાધુ જ ભાવ-લિગી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org