________________
: ૫૪
જૈન દર્શન
સ્કૂલ (ત્રસ) ને સંકલ્પથી ન મારું” એ પ્રકારની બતાવવામાં આવી છે. તે બાબતની સમજુતી આ પ્રમાણે છે –
પૃથ્વી, જળ, તેજ, વાયુ, વનસપતિ એ એકેન્દ્રિય સ્થાવરે સ્વાભાવિક ભેગેપગરૂપ હોવાથી અને જીવનચર્યામાં તેમને ઉપગ સતત અપેક્ષિત હોવાથી ગૃહસ્થના અહિંસાવ્રતમાં એમની હિંસાને ત્યાગ ન લેતાં “પૂલ ( ત્રસ–બેઈન્દ્રિય આદિ) જીને ન મારું' એ રીતે એ વ્રતને મર્યાદિત કરવામાં આવ્યું. પણ ઘર-મકાન-ખેતી-કૂવા–તલા-વાવ વગેરે સંબંધી આરંભમાં કીડા-મંડા વગેરે સ્થૂલ (ત્રસ) જીની પણ હિંસાને સંભવ રહે છે જ, માટે “સ્કૂલ અને ન મારું” એટલેથી ન ચાલવાથી એ વ્રતમાં “સંક૯પથી” થતું ઈરાદાપૂર્વકજાણીબૂઝીને ! એટલું ઉમેરવામાં આવ્યું. આ પ્રમાણે “સ્કૂલ જીવેને ઈરાદાપૂર્વક (જાણીબૂઝીને) ન મારું” એવા આકારનું વ્રત બન્યું. એમ થવાથી આરંભ-સમારંભના અનુયાતમાં સ્કૂલ જીની હિંસા થાય તે ઈરાદાપૂર્વક ( જાણીબૂઝીને) થતી ન હોવાથી એ વ્રતને બાધક થવાની નહિ. તેમ છતાં વળી એક હરકત આવી કે વિકટ પરિસ્થિતિના વખતે અપરાધીને ઠાર કરવું પડે તે તેનું કેમ? એટલે એની પણ છૂટ રાખવા માટે એ વ્રતમાં “નિરપરાધીને ગ્રહણ કરી “અપરાધી સિવાય સ્કૂલ (ત્રણ) જીવોને ઈરાદાપૂર્વક (જાણીબૂઝીને) ન મારું’ એ પ્રમાણે વ્રતનું ઘડતર પૂરું કરવામાં આવ્યું.
આ ઉપરથી ફલિત થાય છે કે સ્થૂલ હિંસા ચાર પ્રકારની છે; સંક૯પી, આરંભી, ઉદ્યોગ અને વિરોધી. કોઈ નિરપરાધ * पङगुकुष्टिकुणित्वादि दृष्टवा हिंसाफल सुधीः । निरागस्त्रसजन्तूनां हिंसां सङ्कल्पतस्त्यजेत् ॥१९।।
–આચાર્ય હેમચન્દ્ર ગશાસ્ત્ર, દ્વિતીય પ્રકાશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org