________________
દ્વિતીય ખંડ
: ૫૫ઃ પ્રાણીની જાણ બૂઝીને હિંસા કરવી એ સંકલ્પી હિંસા છે. ઘર, દૂકાન, ખેતર વગેરેના આરંભ-સમારંભમાં, રસોઈ બનાવવી વગેરે પ્રવૃત્તિઓમાં યત્નાચાર રાખવા છતાં ત્રસેની હિંસા થાય છે તે આરંભી હિંસા છે. દ્રવ્યો પાન કાર્યમાં એ પ્રકારની જે હિંસા થાય છે તે ઉદ્યોગી હિંસા છે. દુષ્ટ નરાધમના હુમલાથી બચવા માટે, સ્વપર-રક્ષા માટે એને વધ કરે પડે તે એ વિરોધી હિંસા છે. આ ચાર પ્રકારની હિંસાઓમાં સંકલ્પી હિંસા વજનીય છે. બાકીની ત્રણ પૈકી આરંભી અને ઉદ્યોગી તે ગૃહસ્થને સ્વાભાવિક રીતે વળગેલી જ છે; અને છેલ્લી વિરોધી હિંસાને આશ્રય લેવાનું પણ ક્યારેક એને માથે આવી પડે છે.
આરંભી અને સંકલ્પી હિંસામાં ફરક એ છે કે આર. ભીમાં ગૃહનિર્માણ કરવું, રસેઈ બનાવવી, ખેતીવાડી કરવી વગેરે કાર્યોની મુખ્યતા રહે છે. એ કાર્ય કરવામાં આવે મરે છે જરૂર, પણ એમાં જીને સીધા મારવામાં નથી આવતા, એટલે કે એમાં જીવોની હિંસા સંક૯પ(ઈરાદા)પૂર્વક નથી હતી; કિન્તુ કાર્ય—પ્રવૃત્તિના અનુસંધાનમાં જીવેની હિંસા થવા પામે છે. પરંતુ સંકલ્પી હિંસામાં જીવવધની મુખ્યતા રહે છે. એમાં ખાસ ઇરાદાપૂર્વક જીવવધની પ્રવૃત્તિ કરવામાં આવે છે. જીવહિંસાના સંકલ્પ(ઈરાદા)થી થનારી હિંસા તે સંકલ્પી હિંસા છે. યદ્યપિ વિકટ સંજોગમાં વિરોધનો વધ કરવાનું આવી પડે ત્યારે તેમાં વિરોધીના વધને સંક૯પ ( ઈરાદે) હોવા છતાં એ વાજબી ન્યાય હેતુસર હોવાથી એને “વિરોધી” હિંસાના જુદા નામથી નિર્દેશવામાં આવી છે અને ગૃહસ્થના અહિંસા વ્રતમાં તેને (વિરોધી હિંસાને) ત્યાગ લેવામાં આવ્યું નથી.
ઈદે ન છતાં અજાણપણે–સાવધાની ન રાખ્યાને લીધે હિંસા ન થવાની જગ્યાએ હિંસા થઈ જાય એ પ્રામાદિક હિંસા પણ વજનીય કક્ષામાં છે એ સમજવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org