________________
જૈન દર્શન અહિંસાની મર્યાદાના ઉપરના નિર્દેશ–વાક્યમાં મૂકેલ નિરપરાધી વિશેષણની ઉપયોગિતા વિષે કહેવું પ્રાસંગિક છે કે જુલ્મી નરાધમના અપરાધ સામે–એના તરફથી થતાં અનીતિ, જુલમ, અત્યાચાર સામે, અહિંસાની નીતિથી ન માને તે બીજી નીતિએ કેમ્પ સામને કે પ્રતિકાર કરવાથી એના ગૃહસ્થ ધર્મને બાધા આવતી નથી; ઊલટું, લેકહિત માટે એ એનું ન્યાય્ય ધમ્ય કર્તવ્ય બની જાય છે. એવા વિકટ સંકટ વખતે વિશેષ દશામાં સાધુ પણ લેકહત ખાતર મુનાસિબ પગલાં લેવા તૈયાર થવામાં વાજબી ગણાય છે.
જગત્ સર્વત્ર જીવેથી ખીચોખીચ ભરેલું છે, પ્રવૃત્તિમાત્રમાં જીવહિંસા છે, એમ છતાં યેગ્ય સાવધાની (યનાચાર) રાખી પ્રવૃત્તિ કરનાર અહિંસકબુદ્ધિ માણસ પ્રવૃત્તિ–ક્રિયામાં અનિવાર્યરૂપ હિંસા થવા છતાં ય હિંસાના દેષથી મુક્ત રહે છે,
જ્યારે પ્રમાદી (બેદરકાર) માણસની પ્રમાદી પ્રવૃત્તિમાં કદાચિત હિંસા (સ્થૂલ હિંસા) ન થાય તે તેને તેના પ્રમાદના કારણે હિંસાને દેષ લાગે છે.
પ્રવૃત્તિમાત્રમાં હિંસા હોવાથી નિવૃત્તિ ઉપર વધુ એક અપાયે લાગે છે. એની મતલબ એ લાગે છે કે પ્રવૃત્તિમાત્રમાં હિંસા થતી હોવાથી જેટલી પ્રવૃત્તિ ઓછી થશે તેટલી હિંસા ઓછી થશે. પરંતુ એમ હિંસા ઓછી થાય એ માટે કર્તવ્યરૂપ પ્રવૃત્તિ કે લેકકલ્યાણની પ્રવૃત્તિને સંકેચવી કેમ પાલવે? એવી પ્રવૃત્તિ હિંસાની બીકે ઓછી કરવાની ન હોય. અને એવી પ્રવૃત્તિ વિવેકપૂર્વક યત્નાચારથી કરવામાં, દેહયાત્રાસુલભ સહજ -સાધારણ જીવહિંસા થઈ જવા છતાં ય એ હિંસાને દોષ નગણ્ય છે, બલકે પ્રશસ્ત કર્તવ્યપાલનના પુણ્ય પ્રવાહમાં તે જરા જેટલે દેષ ઓગળી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org