________________
દ્વિતીય ખંડ
: પ૭ : અને નિવૃત્તિ લીધાથી અહિંસા સધાઈ જશે એવું ક્યાં નક્કી છે? નિવૃત્તિ લીધાથી મન શાન્ત પડી જવા બંધાયેલું નથી. શારીરિક સ્થિરતા વખતે પણ મન ચકડોળે ચડેલું હોઈ શકે છે. એક બાજુ શારીરિક સંયમ જબરદસ્ત હોવા છતાં બીજી બાજુ મનનું રૌદ્રત્વ ઘેર નરકનાં કર્મ સર્જી શકે છે. (આ વિષેનાં “પ્રસન્નચંદ્ર રાજર્ષિ” વગેરેનાં શાસ્ત્રોક્ત ઉદાહરણ જાણીતાં છે.)
અને ખાનપાન આદિ પ્રવૃત્તિ જે મિકળી રખાય તે પિતાની ચોગ્ય જવાબદારીની પ્રવૃત્તિ અને કહિતની પ્રવૃત્તિને શું કામ બંધ કરી દેવાય ?
બધ-મેક્ષનો આધાર મનના ભાવ પર છે. મનને સારે ભાવ વચન અને કાયાને સારી દરવણી આપે છે, માટે મનને સતત જાગ્રત રાખવું એ જ એક મુદ્દાની વાત છે.
સમાજના ધારણ–પિષણ અને સુખ-સગવડ માટે જરૂરી હેય એવી ઘણી પ્રવૃત્તિઓ સમાજની વ્યક્તિઓને કરવાની આવશ્યકતા હોય છે, અને આવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવા દરમ્યાન ઈરાદો ન હોવા છતાં પણ જીવહિંસા (દ્રવ્યહિંસા) થઈ જ જાય છે, તે પછી આવી પ્રવૃત્તિઓ સમાજની સુખસગવડ ખાતર ચલાવવાની જા હોય તે શી રીતે ચલાવવી? એને ખુલાસે ધર્મશાસ્ત્રાનુસાર એ છે કે આવી પ્રવૃત્તિઓ જે ટાળી શકાય એવી જીવહિંસા થવા ન પામે એવી યોગ્ય સંભાળ રાખીને કરી હોય તે હિંસા થઈ જવા છતાં ય તેવા પ્રકારની હિંસાને પાપરૂપ હિંસા કહી શકાતી નથી. પરંતુ જે તેવી પ્રવૃત્તિઓ, જીવહિંસા ટાળવા માટે લેવા ગ્ય સંભાળ લીધા વગર કરવામાં આવે તે, બેદરકારી રાખ્યાને લીધે હિંસારૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org