________________
દ્વિતીય ખંડ
: ૫૩ : કે દુબુદ્ધિથી હણવા કે ઈજા પહોંચાડવી એ હિંસા છે. આ ઉપરથી સમજી શકાય છે કે પ્રમાદથી અથવા દુબુદ્ધિ કે દ્વેષથી કેઈને માઠું લગાડવું, કેઈનું અપમાન કરવું, કોઈની નિંદાચુગલી કરવી, કેઈને ભય-ત્રાસ આપ, ટૂંકામાં કેઈનું બુરું કરવું કે બીજાના દિલને દુખવવું એ હિંસા છે એટલું જ નહિ, બીજાના પ્રાણને ઈજા પહોંચાડવાની કે બીજાનું બુરું કરવાની સ્થૂલ ક્રિયા ન હોય તે યે બીજાનું બુરું ચિતવવા માત્રથી પણ હિંસાને દેવ ઉપસ્થિત થાય છે. જૂઠ, ચેરી, બેઈમાની, ઠગાઈ અને ક્રોધ, લેભ, મદ, ઈર્ષા, દ્વેષ વગેરે વિકારો એ બધ ભારોભાર હિંસારૂપ હોઈ પાપ છે. અહિંસાની ઉપાસના ખરી રીતે એ દષાને અને મનના દુચિંતનને દૂર કરી ચિત્તશોધનના વ્યાપારમાં ઉદ્યત રહેવામાં છે.
હિંસાનું લક્ષણ “vમત્તયોજાતુ પ્રાઇવરો હિંમત” એ સૂત્રથી જણાવવામાં આવ્યું છે કે પ્રમત્તયેગથી, અર્થાત્ પ્રમાદથી, એટલે કે રાગષવૃત્તિથી પ્રાણીના પ્રાણ લેવા એ હિંસા છે. તેમ જ પોતાની અસાવધાની(બેદરકારી)થી પ્રાણીના પ્રાણની હસા થાય એ પણ પ્રમત્તયેગવાળી હિંસા છે. પ્રમત્તદશા ભાવહિંસા છે, અને પ્રાણીને પ્રાણુને નાશ કરે એ વ્યહિંસા છે. ભાવહિંસા (પ્રમત્તગ) પિતે જાતે જ દેષરૂપ (પાપરૂપ) હિંસા છે, જ્યારે વ્યહિંસા ભાવહિંસા સાથે મળીને પાપરૂપ હિંસા બને છે. હિંસાને સંપૂર્ણ ત્યાગ ગૃહસ્થપણાની પરિ. સ્થિતિમાં શક્ય ન હોવાથી ગૃહસ્થને માટે હિંસાના ત્યાગને મર્યાદિત કરી બતાવવામાં આવ્યું છે. એ મર્યાદા “નિરપરાધી
મહર્ષિ ઉમાસ્વાતિવિરચિત “તત્વાર્થસૂત્ર” ૭ ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org