________________
: પર :
જૈનદર્શન
કરાવવાથી અને એને અનુમોદવાથી (એમ કરવા, કરાવવા, અનુમેદવાથી) ત્રણ રીતે થાય છે. એ જ પ્રમાણે મૃષાવાદ વગેરે પણ એ ત્રણ રીતે થાય છે. બીજાના આરંભ-સમારંભથી બનેલી ચીજ-વસ્તુના ભેગાપભેગમાં પણ એ આરંભનું અનુ. મદન રહેલું છે. એ (ગોપભેગ) એને (આરંભને) પ્રત્યક્ષ કે પરોક્ષ શેડો કે ઘણે ટેકે (ઉત્તેજન) આપનાર પણ બને છે, અતઃ ભેગેપભેગ કરનારને આરંભને દેષ લાગે છે. પુણ્ય કે પાપકાર્ય જે માણસ પિતે કરે છે તે પિતે તે તેના પરિ સુમરૂપ પુણ્ય કે પાપકર્મ બાંધે જ છે, પણ તે કાર્યમાં તેને જે પ્રવર્તાવનાર હોય તે પણ બાંધે છે, તેમ જ તે કાર્યને જે અનુદે તે પણ બાંધે છે. અલબત, પુણ્ય કે પાપકાર્ય જે કરે છે તેની પિતાની મને વૃત્તિ તે કાર્ય કરાવનાર અને તેને અનુમદનારના કરતાં વધુ પ્રબળ હેવાને સંભવ છે. પણ આ એકાન્ત નથી. વિવશ બનીને જેને કરવું પડે છે તેના મનના અધ્યવસાય કરતાં કરાવનારને મનના અધ્યવસાય વધુ તીવ્ર હોઈ શકે છે. દાખલા તરીકે, કેઈ માણસને પોલિસને હાથે માર મરાવનાર અફસરની માનસિક રૌદ્રતા એ વિવશ બનીને મારનાર પોલિસ કરતાં ઘણી ઉગ્ર હોય છે, એ જ પ્રમાણે કદાચિત્ પ્રચારરસિક અનુમોદકના મનના અધ્યવસાય, કરનારકરાવનારના અધ્યવસાય કરતાં વધુ તીવ્ર હોઈ શકે છે. કેના અધ્યવસાય વધુ તીવ્ર એ માણસ અપૂર્ણ હોઈ જાણ ન શકે. સિદ્ધાન્તની વાત એટલી જ છે કે એ ત્રણ પૈકી જેના જેવા અધ્યવસાય, તેને તેવાં કર્મ બંધાય.
મન-વાણી-શરીરબળ (૩), પાંચ ઇન્દ્રિયે, (૮) અને આયુષ્ય (૯) તથા શ્વાસેચ્છવાસ (૧૦) એ દશ પ્રાણ છે. બીજાના કે પોતાના, એમાંના કેઈ પ્રાણુ કે પ્રાણેને પ્રમાદથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org