________________
* ૫૦ ઃ
જેનદર્શન ચારિત્રને “સાધુધર્મ” અને ગૃહસ્થાના ચારિત્રને “ગૃહસ્થ ધર્મ” કહેવામાં આવે છે. આ બંને પ્રકારના ધર્મો વિષે જૈનશાસ્ત્રોમાં સારૂં વિવેચન કરવામાં આવ્યું છે. સાધુધમ
“સાદનોfસ વરતવાળા રૂતિ સાદુઃ” અર્થાત સ્વહિત અને પરહિતનાં કાર્યો જે સાધે તે સાધુ. સંસારના કાંચનકામિન્યાદિ સર્વ ભેગે છેડી, સમગ્ર ગૃહ-કુટુંબ–પરિવાર સાથેના સંબંધથી વિમુક્ત થઈ ઉચ્ચ કલ્યાણભૂમિ ઉપર આરૂઢ થવાની પરમ પવિત્ર આકાંક્ષાએ જે અસંગવત ગ્રહણ કરાય છે તે સાધુ ધર્મ છે. રાગદ્વેષની વૃત્તિઓને દબાવવી–જીતવી એ જ સાધુના ધર્મ વ્યાપારને મુખ્ય વિષય હોય છે. પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મિથુનવિરમણ અને પરિગ્રહવિરમણ એ સાધુઓનાં પાંચ મહાવ્રતે છે. એ પાંચ મહાવ્રતની પાલના એ સાધુજીવનની સાધના છે. અમને ગુપ્ત, વચનગુપ્ત અને xકાયગુપ્ત થવું એ સાધુજીવનનું પ્રધાન લક્ષણ છે. સાધુધર્મ એ વિશ્વબંધુત્વનું વ્રત છે. જેનું ફળ જન્મ, જરા, મૃત્યુ, આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે સર્વ દુખેથી રહિત અને આનંદસ્વરૂપ એ મેક્ષ છે. એ સાધુધર્મ કે ઉજજવલ અને કે વિકટ હવે જોઈએ એ એને ખ્યાલ કરવાથી સમજી શકાય છે. આ મુનિધર્મ, સંસારની વિચિત્રતાનું (ભવચક્રની નિસ્સારતાનું) યથાર્થ ભાન થયું હોય, તેના ઉપરથી તાવિક વૈરાગ્યને પ્રાદુર્ભાવ થયા હોય અને મોક્ષ પ્રાપ્ત કરવાની પ્રબલ ઉત્કંઠા જાગ્રત થઈ હોય ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે. ત્યારે જ પાળી શકાય છે.
* નહિ આપેલી વસ્તુ ન લેવી. ૪ મન, વચન અને શરીરને સુયોગ્ય સંયમમાં રાખનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org