________________
: ૪૯ :
દ્વિતીય ખંડ સમ્યગ જ્ઞાન
આત્મતત્વની ઓળખાણ કરવી યા વાસ્તવિક કલ્યાણસાધનના માર્ગની ઓળખાણ કરવી એ સમ્યજ્ઞાન (Right Knowledge) છે. આત્માનું પરિજ્ઞાન કરવામાં તેની (આત્માની) સાથે સંબંધ ધરાવતાં જડ (કર્મ– ) દ્રવ્યનાં આવરણ જાણવા પણ આવશ્યક છે. એ જાણ્યા વગર આત્માની સ્થિતિ બરાબર સમજાય નહિ અને આત્મ-કલ્યાણ સાધવાનું સરળ બને નહિ. વસ્તુતઃ આત્મજ્ઞાન, આત્મદષ્ટ, આત્મ-ભાવના વગર જગત્ની સઘળી વિદ્વત્તા નિસાર અને નિરર્થક છે. સંસારના સઘળા કલેશે માત્ર આમાની અજ્ઞાનતાને લીધે છે. તે અજ્ઞાનતાને દૂર કરવાનું સાધન આત્મબંધના અભ્યાસ સિવાય બીજું શું હોઈ શકે? આત્માભિમુખ થવું એ જ એકમાત્ર અખિલ આધ્યાત્મિક વાલ્મયનું રહસ્યભૂત તાત્પર્ય છે. સમ્યફ ચારિત્ર
તત્ત્વજ્ઞાનનું (તત્વસ્વરૂપ જાણ્યાનું) ફળ પાપકર્મથી હઠવું એ છે. એ જ સમ્યક્ ચારિત્ર ( Right Conduct) છે. પિતાના જીવનને પાપના સંગથી દૂર રાખી નિર્મળ બનાવવું અને યથાશક્તિ પરહિત સાધવું એ “સમ્યક ચારિત્ર’ શબ્દને ખરો અર્થ છે. એના સંબંધમાં શાસ્ત્રાવર્ણિત સદુપદેશનું અનુસરણ ઉપયોગી છે. સામાન્યતઃ ચારિત્ર બે વિભાગોમાં વહેંચાય છે–સાધુઓનું ચારિત્ર અને ગૃહસ્થનું ચારિત્ર. સાધુઓના 4 “સા વા ! દ્રષ્ટા
श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः । आत्मनो वा अरे ! दर्शनेन श्रवणेन मत्या विज्ञानेन इद सर्व विदित भवति ॥"
(બૃહદારણ્યકેપનિષદ્ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org