________________
જૈન દર્શન આત્મ–કલ્યાણને શ્રેષ્ઠ આદર્શ ધ્યાન પર લઈ જીવન-શોધનના સાચા માર્ગ પર પોતાને પ્રવાસ સદા વ્યવસ્થિત રીતે ચાલુ રાખવું જોઈએ. ધીરે ધીરે પણ માગ ઉપર-સાચા માર્ગ ઉપર ગતિ કરતે પ્રાણી સીદાતે નથી, અને ક્રમશઃ આગળ વધતા જાય છે, છેવટે સાધ્યને પહોંચી વળે છે. મેક્ષ, અર્થાત્ આત્માને પૂર્ણ વિકાસ એ ખરુ સાધ્ય સાધુ કે ગૃહસ્થ દરેકે પિતાના દષ્ટિબિન્દુ ઉપર સ્થાપિત કરવું જોઈએ. એ સાધ્યને સિદ્ધ કરી આપનાર માર્ગને જાણ જોઈએ. દુરાગ્રહને ત્યાગ કરી ગુણાનુ રાગી બની શાસ્ત્રોને ગર્ભ તપાસ જોઈએ. શુદ્ધ જિજ્ઞાસુ બુદ્ધિએ અને આત્મકલ્યાણની સાચી ઉત્કંઠાથી અવલકાતાં શાસ્ત્રોમાંથી મોક્ષ મેળવવાને નિષ્કલંક માગ જાણી શકાય છે. જાણ્યા પછી ક્રિયામાં મૂકવાની જરૂર છે. ક્રિયા વગરનું જ્ઞાન, અર્થાત્ જે જ્ઞાન આચરણમાં ન મુકાય તે ફસાધક થઈ શકતું નથી, એ વાત દરેક સમજી શકે છે. પાણીમાં તરવાની ક્રિયા જાણવા છતાં પણ તે ક્રિયા કરવામાં ન આવે તે પાણીમાં તરી શકાતું નથી, તે જ પ્રમાણે ભવસાગરને તરવાના ઉપાય જાણવા છતાં તે ઉપાયને આચરણમાં ન મુકાય તે ભવસાગર કેમ કરાય? માટે જ શાસ્ત્રકારે “સગાઇનાયાભ્યાં નોક્ષ: ” એ સૂત્રથી, સમ્યકજ્ઞાન અને સમ્યકકિયા(આચરણ) એ બન્નેને સહ
ગ થાય ત્યારે જ મોક્ષસાધન શક્ય થાય એમ પ્રરૂપે છે. પ્રાપ્તવ્ય સ્થળના માર્ગની માહિતી હોય અથવા કઈ ઔષધની રેગધતાની ખાતરી હોય, પણ એ માર્ગ ઉપર ચાલીએ નહિ, અથવા એ ઔષધનું સેવન કરવામાં આવે નહિ તે ઈષ્ટસિદ્ધિ કેમ થઈ શકે? જ્ઞાન તથા શ્રદ્ધાના પાયા માંડી માણસ અટકી જાય અને ચારિત્ર–મન્દિરને ચણવાનું કામ ન કરે (અર્થાત્ વર્તનમાં ન મૂકે છે તે કલ્યાણ-મન્દિર ક્યાંથી પામે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org