________________
દ્વિતીય ખંડ
: ૪૭ : તત્વધનું કાર્ય શક્ય નથી. કેવળ પ્રયક્ષપ્રમાણુવાદીને પણ ધૂમના દર્શનથી અગ્નિ હોવાનું અનુમાન સ્વીકારવું પડે છે. ન દેખાવા માત્રથી વસ્તુનો અભાવ માનવે એ ન્યાયસંગત કહી શકાય નહિ. ઘણી વસ્તુઓ હયાત છતાં દષ્ટિગોચરમાં આવતી નથી, એથી એમને અભાવ સિદ્ધ થઈ શકે નહિ. આકાશમાં ઊડેલું પક્ષી એટલે ઊંચે ગયું કે તે નજરથી દેખી શકાતું નથી, એથી તે પક્ષીને અભાવ સિદ્ધ થાય નહિ. આપણું પૂર્વજો આપણને દેખાતા નથી, એથી એઓ નહોતા એમ કહેવાની કે હિંમત કરી શકે નહિ. દૂધમાં ભળી ગયેલું પાણી જોઈ શકાતું નથી, એથી એને અભાવ માની શકાય નહિ. સૂર્યને અજવાળામાં તારા દેખાતા નથી, એથી એમનું નાસ્તિત્વ કહી શકાય નહિ. આ ઉપરથી સમજી શકાય છે કે સંસારમાં જેમ ઈન્દ્રિયગોચર પદાર્થો છે, તેમ ઈન્દ્રિયાતીત(અતીન્દ્રિય) પદાર્થો પણ અસ્તિત્વ ધરાવે છે. પિતાનું જ અનુભવેલું માનવું અને બીજાની અનુભવેલ વાતને નિર્વિચારપણે બેટી કહી દેવી એ વ્યાજબી ગણાય નહિ. લંડન, પેરિસ, બર્લિન કે ન્યુયોર્ક જેવા શહેર જેણે દેખ્યાં નથી એ મનુષ્ય, તે શહેરના વૈભવને અનુભવ કરી આવેલા અન્ય કે નિષ્પક્ષ સજજનને તે શહેરના વૈભવ સંબંધે વર્ણન કરતે સાંભળી તેને પિતાથી અપ્રત્યક્ષ હેવાના કારણે અસત્ય ઠરાવવા તૈયાર થાય તે એ જેમ અઘટિત છે, તેવી રીતે આપણા–સાધારણ મનુષ્ય કરતાં અનુભવજ્ઞાનમાં આગળ વધેલા મહાપુરુષના સિદ્ધાંતને “નથી દેખાતા’ કે નથી માલૂમ પડતા એટલા જ માત્ર હેતુથી પેટા કહી દેવા એ પણ અયુક્ત છે. આ ઉપરથી ફલિતાર્થ એ નીકળે છે કે પુણ્ય-પાપની પ્રત્યક્ષ કળાતી લીલાઓને ધ્યાનમાં લઈ, જગની વિચિત્રતા અને મેહવાસનાની વિષમતા સમજી કામ, ક્રોધ આદિ વિકારને દૂર કરવા માણસે યત્નશીલ થવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org