________________
= ૪૪ :.
જૈન દર્શન વિકાસ સધાતે જાય છે. આમ પરમાત્માની ઉપાસનાનું આ ફળ ઉપાસક પિતે પિતાના આધ્યાત્મિક પ્રયત્નથી મેળવે છે.
વેશ્યાને સંગ કરનાર માણસ દુર્ગતિને પાત્ર થાય છે એ ખરી વાત, પણ એ દુર્ગતિ આપનાર કેશુ? વેશ્યાને દુર્ગતિ આપનારી માનવી એ બરાબર નથી. કારણ કે એક તે વેશ્યાને દુર્ગતિની ખબર નથી અને એ સિવાય, કઈ કેઈને દુર્ગતિએ લઈ જવા સમર્થ નથી. ત્યારે દુર્ગતિએ લઈ જનાર માત્ર મનની મલિનતા સિવાય બીજું કોઈ નથી, એ બેધડક ગળે ઊતરે એવી હકીકત છે. આ ઉપરથી એ સિદ્ધાન્ત સ્થિર થઈ શકે છે કે સુખ દુઃખનાં કારણભૂત જે કર્મ છે, તેને આધાર મનની વૃત્તિઓ ઉપર છે. અને એ વૃત્તિઓને શુભ બનાવવાનું અને તે દ્વારા આત્મવિકાસ સાધવાનું તથા સુખ-શાન્તિ મેળવવાનું પ્રશસ્ત સાધન ભગવદ્-ઉપાસના છે. ભગવદ-ઉપાસનાથી વૃત્તિઓ શુભ થાય છે, આગળ વધી શુદ્ધ થાય છે. આમ, એ કલ્યાણસાધનનો માર્ગ બને છે.
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org