________________
પ્રથમ ખંડ
૪૩ :
સહુ કઈ સમજી શકે છે કે એક રૂપવતી રમણીના ગે એક પ્રકારને ભાવ પેદા થાય છે, પુત્રને જેવાથી કે મિત્રને મળવાથી નેહની જાગૃતિ થાય છે અને એક પ્રસન્નત્મા મુનિનાં દર્શનથી હૃદયમાં શાન્તિપૂર્ણ આહ્લાદ અનુભવાય છે. સજજનની સંગતિ સુસંસ્કાર અને દુર્જનની સંગતિ કુસંસ્કારનું વાતાવરણ જન્માવે છે. માટે જ કહેવાય છે કે “સેબત તેવી અસર.” ત્યારે વીતરાગ આત્માને સત્સંગ કેટલે કલ્યાણકારક નીવડે એને ખ્યાલ કર રહ્યો. વીતરાગ દેવની સેબત–તેનું સ્મરણ, સ્તવન કે ભજનચિન્તન કરવું એ છે. એથી [એના સબળ અભ્યાસના પરિણામે ] આત્મામાં એવી અસર ઉત્પન્ન થાય છે કે રાગ-દ્વેષની વૃત્તિઓ શમવા માંડે છે. આ ઈશ્વર પૂજનનું મુખ્ય અને તાત્વિક ફળ છે.
પૂજ્ય પરમાત્મા પૂજકના તરફથી કંઈ આકાંક્ષા રાખતા નથી. પૂજ્ય પરમાત્માને પૂજકના તરફથી કેઈ ઉપકાર થને નથી. પૂજ્ય પરમાત્માને પૂજકની પાસેથી કંઈ જોઈતું નથી. પૂજક કેવળ પોતાના આત્માના ઉપકાર અર્થે પૂજ્ય પરમાત્માની પૂજા કરે છે, અને તેના [ પરમાત્માના ] આલંબનથી, તે તરફની એકાગ્ર ભાવનાના બળથી તે પોતાનું ફળ મેળવી શકે છે.
અગ્નિની પાસે જનાર મનુષ્યની ઠંડી અગ્નિના સાન્નિધ્યથી જેમ સ્વતઃ ઉડી જાય છે, પરન્તુ આગ કેઈને ફળ લેવા બોલાવતી નથી, તેમ જ તે પ્રસન્ન થઈને કેઈને તે ફળ દેતી નથી, એ પ્રમાણે વીતરાગ પરમેશ્વરના પ્રણિધાનથી રાગાદિદોષરૂપ ઠંડી સ્વતઃ પલાયન કરવા માંડે છે અને આત્મ-વિકાસનું ફળ મેળવાતું જાય છે. પરમાત્માના સદ્ગુણનાં મરણથી ભાવના વિકસતી જાય છે. ચિત્તનું શેધન થવા માંડે છે અને આત્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org