________________
: ૪ર :
જૈન દર્શન નિલેપ, પરમ વીતરાગ અને પરમ કૃતાર્થ એવા ઈશ્વરનું કવ કેમ બની શકે ? ચેતન-અચેતનરૂપ અખિલ જગત્ પ્રકૃતિનિયમથી સંચાલિત છે. દરેક પ્રાણીનાં સુખ–દુઃખ પોતપોતાની કરણ પ્રમાણે રચાતા સ્વસ્વકર્મસંસ્કાર ઉપર આધાર રાખે છે. પૂર્ણ શુદ્ધ વીતરાગ ઈશ્વર ન કેઈન ઉપર ખુશ થાય, કે ન કોઈના ઉપર નાખુશ થાય. એમ થવું એ વીતરાવસ્વરૂપ નિરંજન પરમેશ્વરને ન ઘટે. ઇશ્વર પૂજનની જરૂર
“ઈશ્વર જગત્કર્તા નથી” એ સિદ્ધાંતને અંગે, ઈશ્વરને પૂજવાથી શું લાભ? અર્થાત્ ઈશ્વર જ્યારે વીતરાગ છે, તુષ્ટ કે રુષ્ટ થતું નથી, તે પછી તેનું પૂજન શું ઉપયેગી ? એ પ્રશ્ન ઊભું થઈ શકે. પરંતુ જૈન શાસ્ત્રકારોનું કહેવું એવું છે કે ઇશ્વરની ઉપાસના ઈશ્વરને રાજી કરવા માટે નથી, કિન્તુ પિતાના હૃદયની, પિતાના ચિત્તની શુદ્ધિ કરવા માટે છે. સમગ્ર દુઃખના ઉત્પાદક રાગ-દ્વેષને દૂર કરવા સારુ રાગ-દ્વેષરહિત પરમાત્માનું અવલંબન લેવું પરમ ઉપગી અને આવશ્યક છે. મેહવાસના થી ભરેલે આત્મા સ્ફટિકના જેવું છે, એટલે કે ફટિક પિતાની પાસે જેવા રંગનું ફૂલ હોય. તે રંગ પિતામાં ખેંચી લે છે, તેવી રીતે જેવા રાગ-દ્વેષના સંગે આ આત્માને મળે છે, તેવા પ્રકારની અસર તેને જલદી ઉત્પન્ન થાય છે. આ માટે સારા પવિત્ર સંગે મેળવવાની અને તેવા સંગમાં રહેવાની ખાસ આવશ્યકતા સમજી શકાય છે. વીતરાગદેવનું સ્વરૂપ પરમ વિમલ અને શક્તિમય છે. રાગ-દ્વેષને રંગ કે તેની અસર તેના સ્વરૂપમાં બિલકુલ નથી. અતઃ તેનું આલબમ લેવાથી, તેનું ધ્યાન કરવાથી આત્મામાં વીતરાગ ભાવનાને સંચાર થાય છે, અને એ રસ્તે કમશઃ વીતરાગ થઈ શકાય છે.
2 સારા પરિવશ્યકતા
છે. રાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org