________________
પ્રથમ ખંડ
ઃ ૪૧ મૂળ જે રાગ-દ્વેષ, તેના ઉપર પ્રહાર કરવાથી, તેને ઉચ્છેદ કરવાથી આખું કર્મવૃક્ષ સુકાઈ જાય છે–નાશ પામી જાય છે. કેવલજ્ઞાનની સિદ્ધિ
રાગ-દ્વેષના ક્ષયથી (મોહનીય કર્મના ક્ષય પછી તત્કણતુ શેષ ત્રણ “ઘાતી કર્મોને ક્ષય થતું હોવાથી) પ્રાદુર્ભત થતા કેવલજ્ઞાનના સંબંધમાં જે સમજુતી અપાય છે તે આ પ્રમાણે છે: જ્ઞાનની માત્રા મનુષ્યમાં ન્યૂનાધિક દેખવામાં આવે છે, એ શું સૂચવે છે? એ જ કે આવરણ જેટલા પ્રમાણમાં ખસે છે, તેટલા પ્રમાણમાં જ્ઞાન પ્રકટ થાય છે. આવરણ જેમ જેમ વધુ ખસે છે, જ્ઞાન તેમ તેમ અધિક અધિક પ્રકાશમાં આવે છે; અને તે (આવરણ) સર્વથા ખસી જતાં જ્ઞાન પૂર્ણ પ્રકટ થાય છે. આ બાબત એક દષ્ટાંતથી બતાવાય છે. નાની-મોટી વસ્તુ આમાં પહોળાઈ જે એકથી બીજામાં ઘણી ઘણી જોવામાં આવે છે, તે વધતી જતી પહેળાઈને પૂર્ણ પ્રકર્ષ જેમ આકાશમાં આવે છે, તેમ જ્ઞાનની માત્રા પણ વધતી વધતી કે પુરુષવિશેષમાં પૂર્ણતાએ પહોંચી શકે છે. જ્ઞાનના વધતા જતા પ્રકર્ષની પૂર્ણતા જેની અંદર પ્રગટ થાય છે તે (પૂર્ણ જ્ઞાન-પ્રકાશ મેળવનાર) સર્વજ્ઞ, સર્વદશી કહેવાય છે, અને તેનું જે જ્ઞાન તે “કેવલજ્ઞાન”. જ્યારે આત્માનું રાગ-દ્વેષરૂપ માલિન્ય પૂર્ણ તયા દૂર થઈ શકે છે અને એ પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, તે પૂર્ણ શુદ્ધિમાંથી પ્રકટતે પૂર્ણ જ્ઞાન-પ્રકાશ પણ એને પ્રાપ્ત થઈ શકે છે, જેને “કેવલજ્ઞાન” કહેવામાં આવે છે. ઇશ્વર જગતનો કર્તા નથી
જૈનધર્મને એક સિદ્ધાંત એ છે કે ઈશ્વર જગતને કત નથી. જૈનશાસ્ત્રો એમ જણાવે છે કે કર્મ સત્તાથી ફરતા સંસારચક્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org