________________
: ૪૦ :
જૈન દર્શન
શક્ય નથી? આમ સર્વ કર્મોનો સમૂલ ક્ષય થઈ શકે છે, આત્મા સર્વકર્મરહિત થઈ શકે છે.
એ સિવાય, સંસારના મનુષ્ય તરફ દૃષ્ટિ કરતાં જોવાજાણવામાં આવે છે કે કઈ માણસના રાગ-દ્વેષ અધિક પ્રમાણમાં હોય છે, જ્યારે કેઈના ઓછા પ્રમાણમાં હોય છે. એટલું જ નહિ, એક જ માણસમાં પણ રાગ-દ્વેષ ક્યારેક તીવ્ર બને છે, ક્યારેક મંદ પડે છે. આવી રીતની રાગ-દ્વેષની વધઘટ હેતુ વગર ઘટી શકે નહિ એ સમજી શકાય છે, અને એથી માની શકાય છે કે વધઘટવાળી ચીજ જે હેતુથી ઘટતી હોય, તે હેતુનું પૂર્ણ બળ મળતાં તેને પૂર્ણ નાશ જ થાય. જેમકે, પિષ મહીનાની પ્રબલ ઠંડી બાલ સૂર્યના મંદ મંદ તાપથી ઘટતી ઘટતી વધુ તાપ પડતાં બિલકુલ ઉડી જાય છે, તે પ્રમાણે, વધઘટવાળા રાગ-દ્વેષ દે જે કારણથી ઓછા થાય છે, તે કારણ જે પૂર્ણરૂપમાં સિદ્ધ થાય, તે તે દેશે સમૂલ નષ્ટ થાય એમાં શું વાંધા જેવું છે? રાગ-દ્વેષ શુભ ભાવનાએના બળથી ઘટે છે, અને એ જ શુભ ભાવનાઓ જ્યારે વધારે પ્રબલ બને છે અને આગળ વધી આત્મા શ્રેષ્ઠ સમાધિ યેગ પર પહોંચે છે ત્યારે રાગ-દ્વેષને પૂર્ણ ક્ષય થાય છે. આમ રાગ-દ્વેષને ક્ષય થતાં નિરાવરણ દશા આત્માને પ્રાપ્ત થાય છે કેમકે રાગ-દ્વેષને ક્ષય થતાં જ જ્ઞાનાવરણુ, દર્શનાવરણ અને અન્તરાય એ ત્રણે કર્મોનો ક્ષય થઈ જાય છે. આમ નિરાવરણદશા પ્રાપ્ત થતાં જ કેવલજ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય છે. આ સંસારરૂપ મહેલ માત્ર બે જ થાંભલા ઉપર ટકી રહ્યો છે, અને તે રાગ તથા દ્વેષ છે. મેહનીય કર્મનું (મેહનું) સર્વસ્વ રાગ અને દ્વેષ છે તાલ વૃક્ષના શિર ઉપર સેય ભેંકી દેવાથી જેમ આખું તાલ વૃક્ષ સુકાઈ જાય છે, તે પ્રમાણે સર્વ કર્મોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org